કોરોના મહામારીએ દેશના હજારો પરિવારોને ઘમરોળી નાખ્યા છે. આજે પણ કોરોના સંક્રમિતો સારવાર મેળવવા માટે હોસ્પિટલોમાં જાય છે પરંતુ હાઉસફુલના પાટીયા જાેઈ હતપ્રભ બની જાય છે, દાખલ થવા લાઈનો લાગે છે અને એમ્બ્યુલન્સમા જ ઓક્સિજન સહિતની સારવાર લેવી પડી રહી છે.. તો અનેકો ઓક્સિજનના અભાવે જીવ ગુમાવી રહ્યા છે. આવા કપરા સમયમા અનેક તકવાદીઓ માનવતા ભુલી ગયા છે… માનવોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. દવાઓના કાળા બજાર કરી રહ્યા છે, તો ડુપ્લીકેટ દવાનો વેપલો કરી માનવ જિંદગી સાથે રમત રમી રહ્યા છે, જીવન જરૂરી ચીજવસ્તુઓના એ હદે વધુ ભાવો લઈને આમ ગ્રાહકોને લુંટી રહ્યા છે કે અત્યારના સમયમાં આમ લોકોને જીવન જીવવું મોંઘુ પડી રહ્યું છે. હાલના સમયમાં કોરોના દર્દીઓને માટે જરૂરી છે લીલા પાણી ભરેલા નાળીયેર જેના એક નંગના રૂપિયા ૧૦૦ થી ૧૨૦ લેવામાં આવી રહ્યા છે તો લીંબુ એક કિલોના રૂપિયા ૧૨૦ થી.૧૫૦, સંતરા એક કિલોના ૧૩૦ થી ૧૮૦, અનાનસ એક નંગના ૧૦૦ થી ૧૩૦ વસુલી લુંટ ચાલી રહી છે એ પણ ખુલ્લે આમ….જેને કોઈ તંત્ર જાેનાર નથી. કપૂર, અજમો, હિંગ, હળદળ વગેરેમા થોડા કે ડબલ ભાવ લેવામાં આવી રહ્યા છે….ટૂંકમાં અનેક માનવ તકવાદીઓ માનવતા ભૂલી ગયા છે. એ તો ઠીક જીવન જરૂરી ચીજ વસ્તુઓમા અનાજ, કઠોળ વગેરેમા બેહદ ભાવ ચાલી રહ્યા છે. આ બધી બાબતો વચ્ચે મૃતકને કાંધ આપવા વાળા મળતા નથી…. સ્મશાને પહોંચ્યા પછી ગંગાજળની કિંમત પણ ત્રણેક હજાર ચૂકવવા પડે છે… તો અંતિમ સંસ્કાર માટે પ્રાથમિક મળે તે માટે વધુ પૈસા ચૂકવવાની નોબત આવી છે. અને આ બધામાં આમ પ્રજા જેને દેવરૂપ માનવામા આવે છે તે પૈકીના કેટલાક ડૉક્ટર રાક્ષસ બની ગયા છે અને રેમડેસિવીરની કિમતો દસ ગણી વસુલે છે… તો ક્યાંક મૃતદેહ લઈ જવા માટે નાણાને પ્રાથમિકતા આપી…દેવરૂપ ગણાતી સમગ્ર ડોક્ટરોની આલમને આવા તકવાદી માનવતા ભુલેલા કેટલાક ડૉક્ટર, નર્સ તથા મેડીકલ કર્મચારી બદનામ કરી રહ્યા છે…… આને કેવો સમય કહીશું….. ? કારણ અહીનું મેળવેલું કે કમાયેલું અહીજ મૂકીને દુનિયા છોડવી પડે છે.. કશુ જ સાથે નથી આવતું… સાથે માત્ર સારા કર્મો આવે છે….તે વાત આજનો માનવી સમજશે કે કેમ…..? એ સવાલ ખરેખર સરળ છે પણ જવાબ ….!?
ઉપરોક્ત બાબતોને શબ્દ દેહ આપતા પહેલા વહેલી સવારે જે કુદરતી નજારો માણવા મળ્યો તે અનેરો હતો આનંદ અને ખુશી આપવા સાથે ૩૦ વર્ષ પહેલાંની યાદો આપી ગયો. કોરોના મહામારીને કારણે ઘરની બહાર નીકળવાનું બંધ છે. તો શહેરી વિસ્તારમાં પ્રદૂષિત જળ વાયુ તો હોય જ…. પરંતુ બધું જ ગુમ થઈ ગયું છે…વિવિધ વૃક્ષોએ નવી કુપળો- પાદડા ધારણ કરેલ છે. તો હવા સ્વચ્છ બની ગઈ છે પરિણામે દૂર દૂરનું નજારો નરી આખે માણવા મળી રહ્યું છે. વરસોથી ગુમ થયેલી ચકલીઓ, ખિસકોલીઓ, દેવ ચકલી, પોપટ, હોવા, મોર સહિતના અનેક પ્રકારના વિવિધ પક્ષીઓ ઉડતા, રસ્તાઓ પર ફરતા, આગણે ચણ ચણતા, પાણી પીતા જાેવા મળી રહ્યા છે.. અને બાળકો માટે તો એક નવી દુનિયા હોય તેમ આશ્ચર્ય સાથે જાેઈને ખુશીથી નાચી ઉઠે છે… તો વડીલો બાળકોને જે તે પક્ષીની ઓળખ આપી રહ્યા છે. આ કોઈ નાની સૂની બાબત નથી. અમદાવાદ પૂર્વ વિસ્તારોમાં કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ વધુ ઓક્સિજન આપતા વિવિધ વૃક્ષોનું વાવેતર કરવા તરફ વળ્યા છે. અને વૃક્ષોની માવજત કરી રહ્યા છે… તે સાથે કોરોના સંક્રમિત પરિવારોને હિંમત, આશ્વાસન આપવા સાથે તેઓના પરિવારને જરૂરી ખાવા-પીવાનું પહોંચાડી રહ્યા છે અને એ પણ કોઈ પણ યશ માટેના બેનર લટકાવ્યા સિવાય….ત્યારે લાગે છે કે કોરોના મહા ઘાતક છે પરંતુ તે સાથે ઘણી બધી સારપો પણ લાવ્યો છે. લોકોએ ઓક્સિજન આપતા વૃક્ષોનું નિકંદન કાઢતા લોકો, વિકાસ કામોના નામે વૃક્ષોનું નિકંદન કાઢતું સરકારી- અર્ધ સરકારી તંત્રને ભૂલીને વધુ ઓક્સિજન આપતા વૃક્ષોનુ વાવેતર કરવા તરફ વળ્યા છે… ભવિષ્યમાં ઓક્સિજનની કમી ઊભી ન થાય, વાતાવરણ ઠંડુ બની રહે, કુદરતી નજારો માણી શકાય તે માટે આગળ વધવું જાેઈએ…જે માનવજાત પર મોટો ઉપકાર બની રહેશે….! વંદે માતરમ્‌,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here