(હર્ષદ કામદાર)
વિશ્વ સ્તરે કોરોના પ્રથમવાર ત્રાટક્યો ત્યારે એટલે કે ૨૦૨૦ના વર્ષમાં અનેક દેશોના અર્થતંત્રના પાયા હચમચાવી નાખ્યા હતા. કેટલાક દેશોએ વિવિધ યોજનાઓને અધવચ્ચે છોડી દેવી પડી હતી તો કેટલાક દેશોની અન્ય જે દેશમાંની યોજનાઓના શરૂઆતી અમલ થયા બાદ કેટલાક દેશોએ રોકાણ માટે હાથ ઊંચા કરી દેવા પડ્યા હતા. કરોડો નાના- મોટા ઉદ્યોગો, ધંધા, રોજગાર જીવન ઉપયોગી ઉત્પાદનો કરતા એકમો ઠપ્પ થઇ ગયા હતા… તે સાથે કરોડો લોકોએ ધંધા-રોજગારી ગુમાવી દીધી. તેમાં સૌથી વધુ અસર મધ્યમ વર્ગને થવા પામી અને લાખો પરિવાર ગરીબી તરફ ધકેલાઈ ગયા છે. જેની મોટી અસર ભારતમાં પણ થઇ છે…..! પરંતુ ભારતમાં ધનપતિઓની સંખ્યા વધી ગઈ અને વધી રહી છે. દેશની એક આર્થિક સંસ્થા હુરુન ઇન્ડિયાનો અહેવાલ કહી રહ્યો છે કે દેશમાં ૨૦૨૦માં ૬.૩૩ લાખ પરિવારો વધ્યા છે જેમની વાર્ષિક બચત રૂપિયા ૨૦,૦૦,૦૦૦ તેથી વધુ છે હુરુનના અહેવાલ મુજબ ગોલ્ડન કલરની કેટેગરીવાળા પરિવારોને ન્યુ મીડલ ક્લાસનું બિરૂદ આપ્યું છે. દેશમાં સૌથી વધુ ધનિક મહારાષ્ટ્રમા અને સૌથી ઓછા મધ્યપ્રદેશમાં છે આ શ્રીમંતો ફિક્સ ડિપોઝિટ, રિયલ એસ્ટેટ, શેરબજાર પર પોતાની આવકનો આધાર રાખે છે તો ફરવા જવા માટે યુકે, સ્વિટ્‌ઝરલેન્ડ, અમેરિકાને વધુ પસંદ કરે છે, જ્યારે રોકાણ કરવું હોય તો અમેરિકા, યુરોપ અને સિંગાપુરની કંપનીઓ પર ભરોસો રાખે છે. જ્યારે કે દેશમાં કોરોના બીજાે ઘાતક હુમલો કર્યો છે અને તે પણ ત્યારે કે દેશના મોટાભાગના લોકોએ ગત વર્ષમા કોરોના યાતનાઓ સાથે અણ ચિતવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તથા નોકરી, ધંધા, રોજગાર માટે આમ પ્રજા પરેશાન છે ત્યારે…..! ભારતમાં કોરોનાની બીજી લહેર મોટા પ્રમાણમાં ફરી વળી છે દરરોજના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના કારણે કેન્દ્ર સરકાર તથા જે તે આઠ રાજ્યોની સરકારો પરેશાન છે. કોરોનાએ વરવુ રૂપ ધારણ કર્યું છે તે કારણે તેઓની ચિંતા વધી પડી છે. તે સાથે લોકોમા પણ ડરનો માહોલ પેદા થઈ ગયો છે….!
વિશ્વભરમાં કોરોના સંક્રમિત દેશોમાં અમેરિકા પછી બ્રાઝિલ અને ભારત ત્રીજા ક્રમે આવી ગયો છે. જાેકે વિશ્વના ૧૭ દેશોમાં કોરોનાએ વરવું રૂપ ધારણ કરતા ફ્રાન્સ, જર્મની સહિતના કેટલાક દેશોએ ૧૫ દિવસથી લઈને ૩૦ દિવસનુ લોકડાઉન જાહેર કરેલ છે. ભારતમાં કોરોનાની બીજી લહેરની ઝડપ વધી ગઈ છે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૭,૨૬૨ નવા કેસ સામે આવ્યા છે તથા ૨૭૫ના મૃત્યુ થયા છે. તેમાં પણ ગુજરાતમાં વિધાન સભા સત્ર કાર્યરત છે ત્યારે ૯ ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ગયા છે અને ચારેક જેટલા મંત્રીઓની કચેરીમાં દસેક જેટલા કર્મચારીઓ પણ કોરોના ગ્રસ્ત થયા છે તે કારણે અધ્યક્ષશ્રીએ વિધાનસભા ગૃહ અને સંકુલને યુવી લાઈટથી સેનેટાઈઝ કરાવી દીધું છે… છતાં માસ્ક-ડિસ્ટન્સ જાળવવા ખાસ સુચના આપી છે. બીજી તરફ કેન્દ્રએ પણ દરેક રાજ્યોને માટે માર્ગદર્શિકા જાહેર કરીને જે તે રાજ્યમાં કોરોના ૧૯ના ફેલાવાને ધ્યાનમાં રાખી જે તે નાના- મોટા શહેર કે જે તે વિસ્તારો, વોર્ડ, જીલ્લા વગેરેમા કડકાઈથી ટેસ્ટ- ટ્રેક- ટ્રીટ લાગુ કરવા અને સ્થાનિક પ્રતિબંધો સહિતના પગલાં લેવા તે સાથે રાજ્યભરમાં રસીકરણ માટે ઝડપ વધારી દેવા સૂચના આપી છે. અને તે કારણે જ રાજ્યમાં લોકડાઉન જેવા પગલા લેવામા આવ્યા નથી… પરંતુ સુરત અને અમદાવાદ શહેરમાં શહેરી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે, તો આઠ મહાનગરપાલિકાઓની રાત્રી એસટી સેવા સ્થગિત કરી દીધી છે, તેમજ કેટલાક હોટસ્પોટ વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ કરવા સાથે મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે તેમજ મહારાષ્ટ્રમાથી ગુજરાતમાં આવનારાઓ માટે આરટી પીસીઆઈ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે….આ બધું છતા લોકોએ “માસ્ક”ને મહત્વ આપવું જરૂરી છે કારણ કફન કરતા માસ્ક ઘણું નાનું છે…..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here