અમદાવાદ
રાજ્યમાં દિવસ રાત ફ્રન્ટલાઇન વોરિયર્સ કોરોનાના દર્દીઓની સારવાર આપી રહ્યા છે. કોરોના કહેર વચ્ચે માનસિક તણાવ વધતા કેસોમાં પણ વધારો થયો છે. ત્યારે આવી પરિસ્થિતિ લોકોને પોઝિટિવ એનર્જી મળે તે ખુબ જ જરૂરી છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સવારે સામૂહિક પાર્થના કરાવવામાં આવે છે. આ પછી દર્દીઓની માનસિક સ્થિતિ સારી રહે તેઓ આ રોગ સામે માનસિક રીતે હારી ન જાય તે માટે મ્યુઝિકલ થેરાપી આપવાની શરૂઆત કરી છે. જેનો દર્દીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આ પછી તુરત દર્દીઓને અતાક્ષરી રમાડવાનું ચાલુ કરવામા આવી છે.

ત્યારે એસવીપી હોસ્પિટલના ડીન ડો. પ્રતીક પટેલ સહિતના ડોકટરો દ્વારા નક્કી કરવામાં આવ્યુ હતુ તે દર્દીઓને સ્ટોરી બુક આપીને તેમને વાંચન તરફ વાળવા જોઈએ. આ વાતની જાણ થતા લોકો હોસ્પિટસમાં પુસ્તકોનો ઢગલો કરી ગયા હતા. હાલમાં દર્દીઓ પુસ્તકોનું વાંચન કરવાનું ચાલુ કર્યુ છે.

આ પછી ડોકટરો દ્વારા નક્કી કરવામાં આવ્યુ કે, હાઉસી રમાડવી જોઈએ જેથી કોરોનાના દર્દીઓને માનસિક હતાશામાંથી બહાર નીકળશે, એક પળનો પણ વિચાર કર્યા વગર એસવીપીના ડોકટરો સહિતના સ્ટાફે ગણતરીના કલાકોમાં હાઉસી રમાડવાનું ચાલુ કર્યુ હતુ જેમાં મોટાભાગના દર્દીઓએ ભાગ લીધો હતો. દરેક વોર્ડમાં હાઉસીમાં જીતેલા દર્દીઓને ઈનામ પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આમ ડોકટરો અને એસવીપી હોસ્પિટલની પ્રશસનીય ઉમદા કામગીરી કરી રહ્યા છે.

ઉંમરલાયક દર્દીઓ ભક્તિમય ગીત સાંભળીને ભાવુક થઈ ગયા હતા તો કેટલાક દર્દીઓ હરે રામાં હરે ક્રિષ્ના ” સાંભળીને નાચી ઉઠ્યા હતા સાથે કેટલાક યુવાન દર્દીઓ પણ હતા તેઓને પણ અમે સદાબહાર બૉલીવુડના ગીતો સંભળાવ્યા હતા. આટલુ જ નહીં એસવીપી હોસ્પિટલની આવી ઉમદા કામગીરીને લોકોએ બીરદાવ્યા હતા.