Safeer News

Breaking News from Ahmedabad

કોરોના

કોરોના કેસોએ ચિંતા વધારી : છેલ્લા 24 કલાકમાં 2,182 નવા કેસો સામે આવ્યા

જોકે 2183 દર્દીઓ સામે 1985 દર્દી સાજા થયા હતા. દેશમાં દૈનિક સંક્રમણ દર 0.83 ટકા પર પહોંચ્યું છે. સંક્રમણ બાદ મૃત્યુ દર 1.21 ટકા પર પહોંચ્યો છે. કુલ 186.54 કરોડથી વધુ લોકોએ વેક્સીન લીધી છે.

દેશમાં ફરી એકવાર કોરોના કેસોએ ચિંતા વધારી છે. કોરોનાનો આંક દિવસેને દિવસે સામાન્ય રીતે વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસોનો આંક વધી રહ્યાે છે, ત્યારે ગઈ કાલની સરખામણીએ નવા કેસો 24 કલાકમાં સામે આવ્યા તેમાં વધારો જોવા મળી રહ્યો છે. 

દેશની અંદર કોરોનાના આંકડા ફરી એકવાર ચિંતાજનક રીતે વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસના આંકડા જોવા જઈએ તો કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 2,182 નવા કેસો સામે આવ્યા છે. જેમાં અત્યાર સુધી દેશભરમાં કોરોના મૃત્યુનો આંકડો પાંચ લાખને પાર નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 24 કલાકમાં નવા નોંધાતા કેસોની અંદર વધારો જોવા મળી રહ્યો છે.

જોકે 2183 દર્દીઓ સામે 1985 દર્દી સાજા થયા હતા. દેશમાં દૈનિક સંક્રમણ દર 0.83 ટકા પર પહોંચ્યું છે. સંક્રમણ બાદ મૃત્યુ દર 1.21 ટકા પર પહોંચ્યો છે. કુલ 186.54 કરોડથી વધુ લોકોએ વેક્સીન લીધી છે. આ ઉપરાંત રાજ્ય પાસે 20.53 કરોડથી વધુ વેક્સિનનો જથ્થો છે. કુલ કેસના ૦.૩ ટકા દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. દેશમાં પોઝીટીવ રેશિયો 98.7 છે. 

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *