Safeer News

Breaking News from Ahmedabad

કોરોના દુનિયા

કોરોનાને ભૂલીને યુકેમાં શરૂ થયો વિવાદિત સેક્સ ફેસ્ટિવલ

લંડન,
અત્યારે આખું વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે. આ વાયરસ સામે રક્ષણ આપવા માટે આપણે રસીકરણ, માસ્કનો ઉપયોગ અને સામાજિક અંતરને અપનાવવું જરૂરી છે. યુકેમાં થોડા સમયથી ડેલ્ટા વેરિઅન્ટે ફરીથી કોરોનાના કેસોમાં વધારો કર્યો છે. આને કારણે, લોકોને ફરીથી સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે. જાેકે, તાજેતરમાં ઇંગ્લેન્ડના લિંકનશરથી પ્રકાશિત ડ્રોનની તસવીરો દર્શાવે છે કે, અહીં વિવાદિત સેક્સ ફેસ્ટિવલ ૨૦૨૧નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાર દિવસના આ મહોત્સવમાં ભાગ લેવા માટે અત્યાર સુધી ૨૦૦થી વધુ યુગલો આવી ચૂક્યા છે. ઉપરાંત, ૪૦૦થી વધુ યુગલોએ તેની ટિકિટ ખરીદી છે. કોરોનાને કારણે અનેક પ્રતિબંધ હોવા છતાં, આ સેક્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, આયોજકોએ કહ્યું હતું કે, તે રદ કરવામાં આવશે. પરંતુ હવે ડ્રોન કેમેરાએ કેદ કરેલી તસવીરોમાં સ્પષ્ટ થઈ ગયું છે કે તેનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો જમીનમાં તંબુ અને શિબિરોમાં રહી રહ્યા છે. યુગલો આ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા છે. આ ચાર દિવસીય ઉત્સવમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આમા ભાગ લેવા કપલોએ તેની ટિકિટ લેવી પડે છે. આ વખતે ઇવેન્ટ ટિકિટની કિંમત ૨૧ હજાર રૂપિયા રાખવામાં આવી છે.

હાલમાં, યુકેમાં એક સ્થળે વધુમાં વધુ ૩૦ લોકોને એકઠા થવાની મંજૂરી છે. આમ છતાં, આ કાર્યક્રમમાં ચારસો લોકો ભાગ લઈ રહ્યા છે. તેનું આયોજન ખૂબ ગુપ્ત રીતે કરવામાં આવ્યું હતું. એક મહેમાનએ કહ્યું કે કેમ્પમાં ચુસ્ત સુરક્ષા છે. આ ઉત્સવમાં ફક્ત પુખ્ત વયની સૂચિબદ્ધ ઇવેન્ટ્‌સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં ઘણી બાઉન્સી કૈશલ્સ, ભીની ટી-શર્ટ સ્પર્ધા અને ઘણી વધુ આકર્ષક રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફેસ્ટમાં ભાગ લેનાર એક વ્યક્તિએ જણાવ્યું કે, અંદર આવતાં પહેલાં તેની પાસે કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. પરંતુ અંદર ન તો કોઈ સામાજિક અંતર છે અને ન કોઈ પ્રકારની સ્વચ્છતા સુવિધા. આવી સ્થિતિમાં, આ તહેવાર કોવિડમાં વધારો કરી શકે છે. લોકોને કોવિડ ટેસ્ટ કરીને અંદર આવવા દે છે માત્ર એક સાંત્વના આપનારું કારણ છે. આ ઇવેન્ટની ટિકિટ લીધા પછી જ મહેમાનનું સ્થાન જણાવવામાં આવે છે. હવે ચાર દિવસથી અહીં ઉગ્ર અશ્લીલ રમતો અને પૂલ પાર્ટીઓનું આયોજન કરવામાં આવશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *