કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે ચાર મહિનાથી સંક્રમણ ઓછું થઇ રહ્યું હતું, પરંતુ બે અઠવાડિયાથી નવા કેસ વધી રહ્યા છે.
ગત ૨૪ કલાકમાં કોરોનાના ૮,૩૨૯ નવા કેસ નોંધાયા છે
નવીદિલ્હી,તા.૧૧
દેશમાં વધતા જતા કોરોનાના કેસને જાેતાં કેન્દ્ર સરકાર એલર્ટ પર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે ચાર મહિનાથી સંક્રમણ ઓછું થઇ રહ્યું હતું, પરંતુ બે અઠવાડિયાથી નવા કેસ વધી રહ્યા છે. વીકલી પોઝિટીવિટી રેટ ૧% અને ડેલી પોઝિટીવિટી રેટ ૨%ને પાર જતો રહ્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે તે કોવિડ ટેસ્ટિંગમાં RTPCRની ભાગદારી વધશે. આ સાથે જ વિદેશથી આવનાર મુસાફરો અને લોકલ ક્લસ્ટરના સેમ્પલ પણ જીનોમ સિક્વેંસિંગ માટે મોકલવામાં આવે, જેથી નવા વેરિએન્ટની ખબર પડી શકે.
દેશમાં કોરોના મહામારીએ ફરી ગતિ પકડી છે. ગત ૨૪ કલાકમાં કોરોનાના ૮,૩૨૯ નવા કેસ નોંધાયા છે, જે શુક્રવારની તુલનામાં ૯.૮ ટકા વધુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૮૪.૦૮% નવા કેસ પાંચ રાજ્યમાંથી સામે આવ્યા છે, જેમાં એકલા મહારાષ્ટ્રમાંથી ૩૬.૯૯% છે. મહારાષ્ટ્રમાં ૩,૦૮૧ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર ઉપરાંત કેરલમાં ૨,૪૧૫, દિલ્હીમાં ૬૫૫, કર્ણાટકમાં ૫૨૫ અને હરિયાણામાં ૩૨૭ નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૨૪ કલાકમાં કોરોનાથી ૧૦ લોકોના મોત થયા છે. જેથી મૃતકોની સંખ્યા વધીને ૫,૨૪,૭૫૭ થઇ ગઇ છે. ભારતનો રિકવરી રેટ હવે ૯૮.૬૯ ટકા છે. મહારાષ્ટ્રમાં સાત જૂનના એક મહિલામાં મ્છ.૫ વેરિએન્ટ પણ મળ્યો હતો. ચિંતાની વાત એ છે કે પ્રદેશમાં મ્છ.૫ વેરિએન્ટના દર્દીઓનો સિલસિલો ફરી શરૂ થઇ ગયો છે. આ પહેલાં મહારાષ્ટ્રમાં ૨૮ મેના રોજ BA.4ના ચાર અને BA.5ના ત્રણ દર્દી સામે આવ્યા હતા. દેશમાં કોરોનાના નવા કેસ ઝડપથી વધવા પાછળ ઓમિક્રોનના સબ વેરિએન્ટ BA.4 અને BA.5ને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે.