Safeer News

Breaking News from Ahmedabad

કોરોના

કોરોનાના નવા લક્ષણો : શરદી-ખાંસી-તાવ ના હોય તો પણ સાવધાન રહો


ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ એક લાખથી પણ વધારે નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૧ લાખ ૪૪ હજાર ૮૨૯ કેસ નોંધાયા છે. ગયા વર્ષે વાયરસનું સંક્રમણ શરૂ થયા પછીથી અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા આ દર્દીની સંખ્યા સૌથી વધુ છે. સામાન્ય રીતે કોરોનામાં પહેલાં શરદી-ખાંસી અને તાવના લક્ષણો જાેવા મળતાં હતાં. પરંતુ હવે કોરોનાનો સ્ટ્રેન પણ બદલાયો છે અને તેની સાથે તેના લક્ષણોમાં પણ ફેરફાર જાેવા મળ્યો છે. તો આજે તમને જણાવીએ કે નવા સ્ટ્રેનના લક્ષણો જૂના વેરિયન્ટ કેટલા અલગ છે અને તેની ઓળખ કેવી રીતે કરી શકાય…
સામાન્ય આંખો લાલ થવી
ચીનમાં તાજેતરમાં થયેલા એક સ્ટડી પ્રમાણે, નવા સ્ટ્રેનને ફોકસ કરતાં અમુક ખાસ લક્ષણોની ઓળખ થઈ છે. ઈન્ફેક્શનના નવા વેરિયન્ટમાં માણસની આંખો સામાન્ય લાલ અથવા ગુલાબી થાય છે. આંખોમાં લાલાશ આવવાની સાથે આંખોની આસપાસ સોજાે ચડવો અને પાણી નીકળવાની ફરિયાદ પણ થઈ શકે છે.
કાનમાં દુખાવો થવો
ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કોવિડ-૧૯ના નવા સ્ટ્રેનથી કાન સાથે જાેડાયેલી તકલીફ પણ થઈ શકે છે. આ રિસર્ચમાં અંદાજે ૫૬% લોકોમાં આ તકલીફ જાેવા મળી છે. જાે તમને પણ આવા કોઈ લક્ષણનો અનુભવ થાય તો તે કોરોનાના નવા સ્ટ્રેનના હોઈ શકે છે.
પેટ સાથે જાેડાયેલી સમસ્યા
નવા સ્ટ્રેન સાથે જાેડાયેલા રિસર્ચમાં ગેસ્ટ્રોઈન્ટસ્ટાઈનલ સાથે જાેડાયેલી ફરિયાદની વાત પણ કરી છે. પહેલાંના લક્ષણો પ્રમાણે દર્દીને અપર રેસ્પિરેટરી સિસ્ટમમાં ફરિયાદ થતી હતી. હવે દર્દીને પેટ સાથે જાેડાયેલી તકલીફો પણ સામે આવી રહી છે. નવા સ્ટ્રેનમાં લોકોને ડાયરિયા, ઉલ્ટી, પેટમાં દુખાવો અને પાચનક્રિયામાં મુશ્કેલીની ફરિયાદો જાેવા મળી રહી છે.
બ્રેન ફોગ
કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થનાર લોકોમાં ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરની સમસ્યા પણ જાેવા મળે છે. medRXivના એક રિપોર્ટ પ્રમાણે, લાંબા સમય સુધી કોરોનાથી બીમાર રહેતા લોકોમાં બ્રેન ફોગ અથવા મેન્ટલ કન્ફ્યૂઝનની સમસ્યા જાેવા મળે છે. તેને ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરની અસર તેમની ઉંઘ અને મેમરી લોસ ઉપર પણ પડી શકે છે.
હાર્ટ બીટ
જાે તમે થોડા દિવસથી હ્રદયના ધબકારાની અસામાન્ય ગતિ અનુભવતા હોવ તો તે વાતને સહેજ પણ નજરઅંદાજ ના કરતા. મેયો ક્લીનિકના એક રિપોર્ટ પ્રમાણે નવા સ્ટ્રેનની ઝપટમાં આવ્યા પછી હ્રદયના ધબકારા ખૂબ વધી જાય છે. JAMAમાં પ્રકાશિત એક રિપોર્ટમાં રિકવર થઈ ચૂકેલા ૭૮% લોકોએ કાર્ડિયાક સાથે જાેડેલી સમસ્યાની વાત કરી હતી. જ્યારે ૬૦% લોકોએ મેયોકાર્ડિએલ ઈન્ફેક્શનની ફરિયાદ ગણાવી છે.
આંગળીઓમાં સોજાે આવવો
ગયા વર્ષે માર્ચમાં ઈટલીના અમુક ડર્મોલોજિસ્ટે કોવિડ-૧૯ પોઝિટિવ દર્દીઓના પગની આંગળીઓમાં સોજાે આવવાની વાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, કોરોના પોઝિટિવ થયા પછી તેમના સ્કીન કલરમાં સામાન્ય ફેરફાર જાેવા મળે છે. અમુક લોકોના સ્કીનમાં બ્લુ અથવા જાંબલી કલરના ધબ્બા જાેવા પણ મળે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *