Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ કોરોના

કોરોનાથી માનસિક સ્થિતિ પર અસર, અમદાવાદ સિવિલમાં દર્દીઓમાં ધરખમ વધારો


સિવિલ હોસ્પિટલમાં મે મહીનામાં ૧૪૫૩ કેસ, જૂનના ૮ દિવસમાં ૪૩૮ માનસિક દર્દીઓ આવ્યા

અમદાવાદ,
શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસમાં કેટલાંક અંશે રાહત થઇ છે. ત્યારે કોરોનાથી માનસિક સ્થિતિ પર થતી અસર ચિંતાનો વિષય બની છે. બે મહિનામાં દર્દીઓમાં ધરખમ વધારો થયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મે મહિનામાં તેના ૧૪૫૩ કેસ જ્યારે જૂનના ૮ દિવસમાં ૪૩૮ માનસિક દર્દી સારવાર માટે સિવિલ હોસ્પિટલના માનસિક વિભાગમાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સિવિલમાં આવી રહેલા દર્દીઓમાં ડિપ્રેશન, સ્વજનો ગૂમાવવાનું દુઃખ, માનસિક તણાવ, વારંવાર એક જ પ્રવૃતિઓ કરતા હોય તેવાનો સમાવેશ થાય છે. દરરોજ ૫૦ જેટલા માનસિક રોગોના દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાને કારણે આર્થિક રીતે ભાગી પડેલા લોકોને પણ માનસિક અસર જાેવા મળી રહી છે. કોરોનાના ડરના કારણે લોકો વારંવાર હાથ ધોવા, સેનિટાઈઝ કરવું, માસ્કથી કંટાળો આવવો, સતત માસ્ક પહેરી રાખવું જેવી પ્રવૃતિઓ કરી રહ્યા છે. ઉપરાંત લોકોને સતત મને કોરોના થઈ જશે તેવો ડર સતાવતા આ પ્રકારની પ્રવૃતિઓ વધુ કરવા લાગ્યા છે. એટલું જ નહીં, ઘરમાં જ રહેવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ વધતાં માનિસક અસર જાેવા મળી રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બાળકોને ઓનલાઈન શિક્ષણને કારણે શિક્ષણની ગુણવત્તા પણ ઓછી થઈ ગઈ છે. સાથે ઘરમાં જ રહેતા હોવાથી સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે. જ્યારે ભણવા સિવાય મોબાઈલ અને ઈન્ટરનેટને કારણે અન્ય પ્રવૃતિઓ કરતા થયા છે. આમ બાળકોને ફિઝિકલ એક્ટિવિટી બંધ થઈ જતા માનિસક અસર જાેવા મળી છે. સિવિલમાં કોરોના બાદ સ્કિન ડીસિઝના કેસોમાં પણ વધારો જાેવા મળ્યો હતો. બે મહિનામાં સ્કીન ડિસીઝના કેસોમાં ધરખમ વધારો થયો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *