Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

કોરોનાકાળમાં પણ લોનથી ટુ-વ્હીલર લેનારા મધ્યમ વર્ગ પર હપ્તા વસૂલી માટે દાદાગીરી- માનસિક ત્રાસ

સરકાર એક્શન મોડમા આવે
ગાંધીનગર,તા.૨૭
કોરોનાકાળે ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક પ્રકારે વેપાર-ધંધા, ઔદ્યોગિક ક્ષેત્રને ભારે તકલીફમાં મૂકી દીધા છે. જેની સૌથી મોટી અસર તેની સાથે જાેડાયેલા દરેક માનવીને થવા પામી છે. બજારોમાં માંગના અભાવે મંદી વ્યાપ્ત બની છે. પરિણામે અનેકોએ રોજગારી ગુમાવી છે તો અનેકોએ નોકરી ગુમાવી છે તો અનેકોના પગાર કાપ કરી નાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારે બજારોની રોનક પુનઃ ધમધમતી થાય તે માટે અનેક પગલાં ભર્યા છે. પરંતુ મંદીને કારણ બજારોની રોનક અગાઉ જેવી જામતી નથી અને તેનું કારણ છે સામાન્ય લોકોના ખિસ્સામાં પૈસા નથી.

સરકારનું ધ્યાન લોન પર ટુ વ્હીલર ખરીદનારાઓની પરિસ્થિતી પર ગયું નથી બીજી તરફ હપ્તા વસુલી માટે જે તે બેંકો કે ફાયનાન્સિયરો પર ધ્યાન નથી ગયું અને તે કારણે સરકારે કોઈ જ પગલાં લીધાં નથી. જેના પરિણામ સ્વરૂપ બેંકો, ફાયનાન્સિયરો માનવતા ચૂકી ગયા છે અને જે તે લોનથી વાહન ખરીદનારાઓ પાસે લોન વસુલાત કરવા વિવિધ રીતે દાદાગીરી કરવા સાથે માનસિક ત્રાસ આપી રહ્યા છે. તાજેતરમાં જ એક ઘટના બહાર આવી છે જેમાં એક મહિલાએ લિવોના ડીલર પાસેથી લીવો ટુ વ્હિલર હપ્તેથી લીધું હતું. ડીલરના ધંધાનાં સ્થળ ઉપર જ બેંકના માણસોએ લોન પેપર તૈયાર કરી આપીને વાહન આપવામાં આવતા હતા જેમાં આ બહેને લીવો ટુ વ્હિલર લોનથી લીધું હતું તથા છ થી સાત લોન હપ્તા નિયમિત ભર્યા હતા. રાજ્યમાં પ્રતિબંધના તમામ આદેશો આવી પડતાં પગાર બંધ થયા અને જ્યા નોકરી કરતા હતા તેમણે આ બહેનને છુટા કરી દીધા પરિણામે પ્રતિબંધનાત્મક આદેશ દરમ્યાન હપ્તા ભરી શક્યા નહીં અને સરકારે પ્રતિબંધનાત્મક આદેશો હટાવી લેતા જ બેન્કોએ નાના લોન લેનારાઓને ટાર્ગેટ બનાવવાનું શરૂ કરી દીધું. જેના કારણે અનેકો લોન પર વાહન લેનારાઓ પર વસૂલાત કરવા માનસિક ત્રાસ આપવાનુ શરૂ થઈ ગયું. તો હપ્તો ન ભરનારાઓને વાહન જમા લઈ લેવાની ધમકી આપવા લાગ્યા. જાે કે લાખો રૂપિયાની લોન લેનારથી બેંકો વસુલાતની દાદાગીરી કરવામાં પાછા પડે છે…. ત્યારે આ બહેન પર હપ્તા ભરી જવા એલએનટીમાંથી ફોન આવ્યો અને બહેને લોકડાઉનને કારણે હપ્તા નથી ભર્યા પરંતુ આગામી પહેલી તારીખથી હપ્તા ભરવા ખાતરી આપી. ફોન કરનાર તેની એક પણ વાત માનવા તૈયાર ન થયા અને સ્પષ્ટ કરી દીધું કે ગમે તેમ કરીને હપ્તો ભરી દો તમારી તકલીફ સાંભળ્યા બાદ અમારો જવાબ હશે હપ્તો ભરી દો… નહીં તો ગાડી લઈ જઈશું….. આખરે વાહન લેનારે કહી દીધું ભાઈ અત્યારે સગવડ નહીં થાય પહેલી તારીખથી રેગ્યુલર હપ્તા ભરીશુ….પરંતુ ફોન કરનાર માનવા તૈયાર ન થતાં…આખરે હારી, થાકી, કંટાળીને આ બહેને કહી દીધું કે ગાડી લઈ જજાે આપની ઇચ્છા….. ત્યારે રાજ્ય સરકારે હવે આવા નાની લોન લેનાર માટે મદદે આવવાની જરૂર છે અને આકરી વસુલાત કરવાના દુષણને ડામવા યોગ્ય પગલાં ભરવાની જરૂર છે.. તેવી લોકલાગણી વ્યાપ્ત બની છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *