Safeer News

Breaking News from Ahmedabad

કોરોના મારૂ મંતવ્ય

કોરોનાએ વિશ્વને મોટી શીખ આપી પરંતુ આમ લોકો કે સરકારો સમજશે…..?


દેશમાં કોરોના મહામારીના વળતા પાણી શરૂ થઈ ગયા છે. દિલ્હી અને હરિયાણા રાજ્યને છોડીને કોરોના હોટસ્પોટ રાજ્યો લોકડાઉન, કફ્ર્યુ કે પ્રતિબંધના તમામ આદેશો હળવા કરી નાખતા વેપારીવર્ગ સહિતના અનેક લોકોમાં હાશકારો થયો છે….પરંતુ બજારો ખુલવા છતાં ગ્રાહકની મોટામાં મોટી ખોટ દેખાઈ રહી છે. ટૂંકમાં ખરીદનારા જ બજારમાં આવતા નથી, જેથી બજારની રોનક ઝાંખી પડી ગઈ છે. તો અનેક ઉદ્યોગોમાં શ્રમિકોની ગેરહાજરીને કારણે તેમજ કાચા માલની અછત ઉપરાંત માંગ ઘટવાને લઈને ઉત્પાદનો પર અસર થવા પામી છે. મોટાભાગના પરપ્રાંતિઓ વતન જતા રહ્યા હોય તેવું લાગી રહ્યું છે…..! કોરોના મહામારીના હોટસ્પોટ રાજ્યોમાં લોકડાઉનના કડક અમલ સાથે આમ પ્રજાજનોએ નિયમોનું પાલન કરતા કોરોના સાંકળ તૂટી છે કે કેસો ઓછા થઈ ગયા તેમ કહી શકાય… બહુ ઝડપથી કોરોના કેસો ઘટવા લાગ્યા છે. આમ છતાં દિલ્હી અને હરિયાણા રાજ્યએ લોકડાઉન લંબાવ્યું છે જ્યારે મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધનાત્મક આદેશો હળવા કર્યા છે પરંતુ કોરોનાની ત્રીજી લહેર ત્રાટકી શકે તેવી શંકાને લઈને મહારાષ્ટ્રમાં ૩ જેટલા મોટા કોરોના સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા હોવાની જાણકારી ત્યાંના આરોગ્ય મંત્રીએ પત્રકારોને જણાવેલ. બીજી તરફ દેશભરમાં મોટાભાગના લોકોમાં કોરોના અંગે જાગૃતિ વ્યાપી ગઈ છે કારણ લોકો માસ્ક ધારણ કરેલા જ જાેવા મળે છે. ગુજરાતમાં કોરોના કેસોમાં ઘટાડો થતાં પ્રતિબંધાત્મક આદેશોમા મોટી છૂટછાટ આપી છે. સવારના આઠ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી મોટાભાગના વેપાર-ધંધાને ખોલવાની છૂટ આપી છે જેથી બજારો ખુલતા વેપારી વર્ગ આનંદમા આવી ગયો છે….. પરંતુ વેપારી વર્ગમાં એ ચિંતા ફરી વળી છે કે ખરીદનાર ગુમ થઈ ગયા છે….! કારણ ચાર દિવસથી મોટાભાગના બજારો ખૂલી ગયા છે પરંતુ અનેકોની બોણી થતી જ નથી મતલબ ખરીદ કરનાર ડોકાતા જ નથી. લગ્ન સિઝન છતાં બજારોમાં ધંધા ઠપ્પ છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી…..!
કોરોનાએ આમ પ્રજાને ઘણું બધુ સારું આપ્યુ છે તો કેટલીક પરંપરાઓ તોડીને મોટી શિખામણ આપી છે. પરંતુ ભારત સનાતન સંસ્કૃતિને વરેલો છે એટલે માનવતા કે માનવીય અભિગમ છોડી શકે તેમ નથી. કોરોના ત્રાટકતા દેશના કેટલાક કોરોના હોટસ્પોટ રાજ્યોમાં પ્રતિબંધનાત્મક આદેશો, લોકડાઉન કે કફ્ર્યું લાદી દેવામાં આવતા દેશના હવામાનમા- વાતાવરણમાં – પર્યાવરણમાં સુધારો થયો છે… દૂરની કુદરતી સંપદા સહિતનું સ્પષ્ટ રીતે જાેવા મળી રહ્યુ છે તો વિવિધ પ્રકારના પક્ષીઓ શહેરી વિસ્તારોમાં હરતા-ફરતા કે ઉડતા જાેવા મળી રહ્યા છે. હવા સ્વચ્છ થઈ ગઈ હોય તેવુ અનુભવાઈ રહ્યું છે. બીજી તરફ સરકાર દ્વારા પ્રતિબંધનાત્મક આદેશો તથા કોરોના ના ડરને કારણે કાંધ આપનારા ગુમ હતા જ્યારે કે સ્મશાન યાત્રાને સ્થાને શબવાહીનીનો ઉપયોગ વધી ગયો. ટુંકમાં કાંધ સાથે ગંગાજળ ગયું, ઘી તથા આર્થિક વિસર્જન પણ ગયું….ના બેસણું, ના ઉઠમણૂ, ના રહ્યું બારમુ- તેરમું….હા રહ્યું માત્ર ટેલીફોનિક બેસણું. માણસ સાથે માણસાઈ ગઈ તે સાથે રિવાજ અને રીત ગયા. જયારે કે લગ્ન પ્રસંગે ૫૦ લોકો બન્ને મળીને એટલે તેની પાછળ થતા ખોટા ખર્ચ બચી ગયા. બીજી તરફ માનવતા ભૂલેલા તકવાદીઓએ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અનાજ, કઠોળ, કરીયાણુ, શાકભાજી વગેરેમા વધુ કિંમતો લઈને રીતસર ખુલ્લેઆમ સફેદ લૂંટ ચલાવી. તો દર્દીઓ માટે જરૂરી ફળ-ફળાદી, દવાઓ, ઇન્જેક્શન વગેરેમા કાળાબજાર કરી રીતસર ધાડપાડુ જેવી લૂંટ ચલાવી. લોકો જ્યાં માથું ટેકવે છે, શ્રદ્ધાનુ સ્થાન છે અને દાનની સરવાણી વહાવે છે…. તે ધાર્મિક સ્થાનોમાં તાળાબંધી લાગી… પરંતુ બે પાંચ ધર્મ સ્થાનો સિવાયના કોઈ પ્રજાની સહાય કે મદદ કરવા માટે બહાર નથી આવ્યા… ખરેખર સાચા અર્થમાં કોરોનાએ વિશ્વભરની આમ પ્રજાને અને સરકારોને મોટી શીખ આપી છે…. પરંતુ તેમાંથી કેટલા બોધપાઠ લેશે કે સમજશે…..? તે મોટો સવાલ છે……?! વંદે માતરમ્‌,

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *