(અબરાર એહમદ અલ્વી)

અમદાવાદ,

કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હૂમ અહેમદ પટેલની આજરોજ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે યોજવામાં આવેલી પ્રાર્થના સભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અમદાવાદ શેહર પ્રમુખ ચેતન રાવલ, પૂર્વ સાંસદ રાજુભાઇ પરમાર, ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ વિજય દવે, મંત્રીશ્રી જૂનેદ શેખ, શ્રી હબીબ મોદન, હોસ્પિટલ કમિટી ચેરમેન ભીખુભાઈ દવે, મ્યુ. કોર્પોરેટર હાજીભાઇ મિર્જા, રફીક શેઠજી, મહબૂબખાન પઠાણ, કૈય્યુમ કુરેશી, મારૂફ શકીવાલા સહિતના કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી બાજુ અંકલેશ્વરના પીરામણ ગામના મૂળ વતની મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ રાજ્યના દિગ્ગજ નેતાઓ તેમના ગામ ખાતે આવી પહોંચ્યા હતા. પિરામણ ગામ ખાતે પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ માજી કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, મૌલીન વૈષ્ણવ, પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા, પ્રદેશ મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણા સહિતના ભરૂચ જિલ્લાના કોંગી અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું 25 નવેમ્બર 2020ના રોજ કોરોના સંક્રમણના કારણે 71 વર્ષની વયે નિધન થયું હતું. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની તબિયત સતત બગડતી ગઈ હતી અને આખરે તેઓ મોતને ભેટ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here