ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ

સુરત,

શહેરમાં અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. સરથાણા વિસ્તારમાં એક શરમજનક ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે. હાલમાં આ ચોરીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, સરથાણાની મેરી ગોલ્ડ ક્રિસતા બિલ્ડીંગના પાર્કિંગમાંથી ગટરના ઢાંકણા ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. એટલે કે હવે ગટરના ઢાંકણાઓ પણ સુરક્ષિત નથી રહ્યા. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, બે મોપેડ સવાર આવે છે અને જમીન પરથી પથ્થર ઊંચકવામાં આવે તેવી રીતે ગટરનું ઢાંકણા કાઢીને ત્યાંથી ચાલતી પકડે છે.

આ વિડીયો જોઇને લોકોનું કહેવું છે કે, આ તો કેવા ચોર છે કે, ગટરનું ઢાંકણ પણ નથી રેવા દેતા. આ ચોરી રાત્રીના સમયે નહિ પરંતુ શનિવારના રોજ ભરબપોરની ઘટના છે. હાલમાં તો આ ચોરીની શરમજનક ઘટના વચ્ચે સોસાયટીવાસીઓએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here