કુખ્યાત ગેંગસ્ટર બસ્તીખાન પઠાણની ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

0

ત્રણ દિવસના રિમાન્ડ મેળવી ક્રાઈમ બ્રાંચે પૂછપરછ શરૂ કરી

ગાંધીનગર,તા.૪
ગાંધીનગરમાં ઘાતક હથિયારો સાથે ધાડના ગુનાને અંજામ આપી હાહાકાર મચાવવા સાગરિતો સાથે આવેલા કુખ્યાત ગેંગસ્ટર બસ્તીખાન પઠાણની ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પૂછતાંછ શરૂ કરવામાં આવતા આગામી દિવસોમાં કુખ્યાત ગેંગની સિલસિલાબંધ ખૂટતી કડીઓ બહાર આવશે.
ગાંધીનગરનાં સેકટર – ૮ પાસેથી એલસીબીનાં કુમક દ્વારા અમદાવાદના ગેંગસ્ટર બસ્તીખાન ગેંગનાં છ આરોપીઓ પકડી લેવામાં આવ્યા હતા. જેમાં પકડાયેલ ફિરદોશ ઈસ્માઈલ ખીલજી( રહે પાતળિયા હનુમાન મંદિરની પાછળ મિર્ઝાપૂર અમદાવાદ), ગૌતમ વિનોદભાઇ મકવાણા (રહે ૧૨૧ અરવિંદ મીલની ચાલી બાપુનગર), ધર્મેશ કેશવભાઈ પાટડીયા(બાપુનગર), અલ્પેશ દીપકભાઈ કતપરા (બાપુનગર), કમલ ઉર્ફે કમલેશ મનુભાઈ વસાવા (ઇન્દ્રોડા મન્સૂરી વાસ ગાંધીનગર), નીકીન કાનજીભાઈ પટેલ (રહે. ૫૨, રાધે હોમ્સ સહજાનંદ સીટીની બાજુમાં કુડાસણ), અફઝલ લાલભાઈ મનસૂરી, અજીજ તેમજ ઉજેફા નામના આરોપીઓ તથા અન્ય છ જેટલા લોકોની ગેંગ બસ્તી ખાનની આગેવાનીમાં દર્શનસિંહ ઉર્ફે ગોપી ચાવડા સાથેની ૪૦ લાખની સટ્ટાની ઉઘરાણી માટે ધાડનાં ગુનાને અંજામ આપવા આવ્યા હોવાનું ખુલ્યું હતું.

આ સમગ્ર પ્રકરણમાં ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર એચ. પી. ઝાલાએ ઝિણવટપૂર્વક તપાસનો દોર હાથ ધરતા ફરિયાદી દર્શન સિંહ ઉર્ફે ગોપી ચાવડા પણ ઉપરોક્ત ગેંગ સાથે આડકતરી રીતે સટ્ટાનાં નેટવર્કમાં સંડોવાયેલો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું . બાદમાં ઉક્ત ગુનામાં નાસતા ફરતા અમદાવાદ દાણીલીમડાનાં કુખ્યાત ગેંગસ્ટર અઝીજુર રહેમાન રિયાજુર રહેમાન સૈયદને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. બીજી તરફ ગુનાનો માસ્ટર માઈન્ડ કુખ્યાત ગેંગસ્ટર બસ્તીખાન પઠાણ વર્ષો અગાઉ ડબલ મર્ડર કેસના જશુ પટેલની કરપીણ હત્યા કર્યા બાદ પોલીસના હાથે ઝડપાઈ ગયો હોવાનું પણ ખુલવા પામ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here