અમદાવાદ,

તા. ૧૬/૦૯/૨૦૨૧ના રોજ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાસીમ અબ્દુલ્લા હયાતની કસ્ટોડિયલ ડેથના મુદ્દે AIMIM ગુજરાતનાં પ્રદેશ અધ્યક્ષ સાબીરભાઈ કાબલીવાલાના નેતૃત્વમાં અમદાવાદ શહેર પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણ, જુનેદ સૈયદ, યુનુસ બિસોરા, મુનીર રંગવાલા, એજાજખાન પઠાણ, ઇમરાન મનસુરી, શાહનવાઝખાન પઠાણ, સોહેલ કુરેશી, એજાજ હુસૈની, હારીશ અન્સારી, નશીરૂદ્દીન ચિસ્તી, અબ્દુલભાઈ બાલોતરા, યુસુફભાઈ વડનગરવાલાએ DGP કચેરીની મુલાકાત લીધી હતી ત્યાં DGP શ્રી અન્ય કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી મળી શક્યા નહોતા પરંતુ તેમણે ડેલિગેશનને મળવા માટે IPS જસાણી સાહેબને જણાવેલું જેથી IPS જસાણી સાહેબ સમક્ષ શ્રી સાબીરભાઈ કાબલીવાલાની રજૂઆત સાંભળી જણાવેલું કે DGP સાહેબ સાથે ચર્ચા કરી, જે લોકો ગુનાહમાં સામેલ છે તેવા લોકો કે જે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના અધિકારીઓ છે તેમને ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને અન્ય જે માંગણીઓ છે તેનો પણ વહેલી તકે કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here