એરકોમ્પ્રસરની હવાની નળી ચાલુ હોવા છતાં મજાક-મસ્તી કરતા ચાલું એરની નળી નાનાભાઈ કાનુંના ગુદાના ભાગે ભરાવતા પેટમાં હવા ભરાઈ ગઈ હતી, જેના કારણે પેટના અંદરના આંતરડાના ભાગે ઈજા પહોંચી હતી.

મોરબી,તા.૦૩

મોરબી તાલુકામાં સીરામીકના કારખાનામાં બે યુવાનોએ મજાક મજાકમાં એરકોમ્પ્રસરની નળી અન્ય યુવકના ગુદાના ભાગે લગાવતા તેના પેટમાં હવા ભરાઈ ગઈ હતી. જેના લીધે આંતરડામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

મોરબીના ઘુટુ ગામની સીમમાં લખધીરપુર કેનાલ રોડ પર આવેલ એન્ટીક વિટ્રીફાઇડ એલ.એલ.પી સીરામીકના કારખાનાની મજુર ઓરડીમાં રહેતા અને ગેલેજલાઇન ઓપરેટર તરીકે કામ કરતાં અજય ગોપએ જણાવ્યુ હતું કે, મનોજ અને મેહુલ રબારી તા.૨૯/૧૧/૨૦૨૨ના સાંજના એન્ટીક વિટ્રીફાઇડ એલ.એલ.પી સીરામીકના કારખાનામાં નાનાભાઈ કાનું સાથે હતાં. એ સમયે ગેલેઝલાઇન ઉપર આવેલ એરકોમ્પ્રસરની હવાની નળી ચાલુ હતી. એ જાણતા હોવા છતાં મજાક-મસ્તી કરતા ચાલું એરની નળી નાનાભાઈ કાનુંના ગુદાના ભાગે ભરાવતા પેટમાં હવા ભરાઈ ગઈ હતી, જેના કારણે પેટના અંદરના આંતરડાના ભાગે ઈજા પહોંચી હતી. આ ઘટનાને લઈને મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here