કાનપુર પો.કમિશ્નરને સલામઃ ડ્રાઇવરે ટ્રાફિક સિગ્નલ તોડતાં દંડ ફટકાર્યો

0

કાનપુર,તા.૨૬
ભારતમાં વીઆઈપી કલ્ચરની બોલબાલા છે.રાજકારણીઓની સાથે સાથે મોટા અધિકારીઓ પણ વીઆઈપી હોવાનુ દર્શાવવાનુ છોડતા નથી હોતા. આવા માહોલમાં કાનપુરના પોલીસ કમિશનરે એક પ્રશંસનીય દાખલો બેસાડ્યો છે. પોલીસ કમિશનર અસીમ અરુણની ગાડી રસ્તા પરથી પસાર થઈ રહી હતી તે વખતે ડ્રાઈવરે જાણી જાેઈને ટ્રાફિક સિગ્નલ તોડ્યો હતો એ પછી કમિશનરે જાતે એક્શન લઈને પોતાનો મેમો ફડાવ્યો હતો. સિગ્નલ તોડવા બદલ ડ્રાઈવરની તેમણે ઝાટકણી પણ કાઢી હતી.

રાષ્ટ્રપતિના કાનપુર પ્રવાસને ધ્યાનમાં લઈને પોલીસ કમિશનર રુટ ચેક કરવા માટે અને સુરક્ષા વ્યવસ્થાનુ નિરિક્ષણ કરવા માટે નિકળ્યા હતા. એ પછી તેઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે એક ચાર રસ્તા પર રેડ લાઈટ હતી. ડ્રાઈવરે રેડ લાઈટની અવગણના કરીને ગાડી આગળ વધારી હતી. આ જાેઈને પોલીસ કમિશનર નારાજ થયા હતા અને તે્‌મણે ફરજ પરના ટ્રાફિક પોલીસને બોલાવ્યો હતો તેમજ પોતે જ પોતાની ગાડીનો મેમો ફડાવીને ૫૦૦ રુપિયાનો દંડ ભર્યો હતો. તેમણે ડ્રાઈવરની પણ ટ્રાફિક સિગ્નલ તોડવા બદલ ઝાટકણી કાઢી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here