કહેવાતી Smart city અમદાવાદનો પૂર્વ અમદાવાદ Smart શાળાઓથી વંચિત : ગ્‍યાસુદ્દીન શેખ

0

ધારાસભ્ય ગ્‍યાસુદ્દીન શેખના સફળ પ્રયાસથી કાલુપુર પબ્લિક અંગ્રેજી સ્કૂલ શરુ કરવામાં આવી છે અને આ નવા સત્રથી દરિયાપુર પબ્લિક અંગ્રેજી સ્કૂલ શરુ થવા જઈ રહી છે.

અમદાવાદ શહેરના તમામ વિસ્‍તારોમાં સ્‍માર્ટ શાળાઓ બનાવવાની જવાબદારી અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની હોય છે : ધારાસભ્ય ગ્‍યાસુદ્દીન શેખ

ગાંધીનગર,

વિધાનસભા ગૃહમાં ઉદ્યોગ અને ખાણ, શહેરી વિકાસ, કૃષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર વિભાગની માંગણીઓ પર ચર્ચા હતી. આ ચર્ચામાં ભાગ લેતાં અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્‍તારના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, સ્‍માર્ટ સીટીમાં સ્‍માર્ટ શાળાઓ છે પરંતુ પૂર્વ વિસ્‍તારમાં કોઈ જગ્‍યાએ સ્‍માર્ટ શાળાઓ દેખાતી નથી.  

ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, સ્‍માર્ટ સીટીમાં સ્‍માર્ટ શાળાઓ છે પરંતુ પૂર્વ વિસ્‍તારમાં કોઈ જગ્‍યાએ સ્‍માર્ટ શાળાઓ દેખાતી નથી. અમદાવાદ શહેરના તમામ વિસ્‍તારોમાં સ્‍માર્ટ શાળાઓ બનાવવાની જવાબદારી અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની હોય છે. પૂર્વ વિસ્‍તારમાં મ્‍યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્‍યમની શાળાઓ વધારવામાં આવે તે જરૂરી છે પણ તે વધારવામાં આવી રહી નથી. શહેરી વિકાસ મંત્રાલય જ્‍યારે આ કામગીરી સંભાળતું હોય ત્‍યારે અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન સાથે ચર્ચા-વિચારણા કરી આ બાબતનું નિરાકરણ લાવવું જોઈએ. અત્રે, ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ગ્‍યાસુદ્દીન શેખના સફળ પ્રયાસથી કાલુપુર પબ્લિક અંગ્રેજી સ્કૂલ શરુ કરવામાં આવી છે અને આ નવા સત્રથી દરિયાપુર પબ્લિક અંગ્રેજી સ્કૂલ શરુ થવા જઈ રહી છે.

આ પહેલા પણ ગ્યાસુદ્દીન શેખ દ્વારા રજૂઆત અનુંકમોને લઈને કરાઈ હતી.  ત્રણ હજાર કરતાં વધારે પ્રોસેસ હાઉસો બંધ થયા છે ત્‍યારે આ અંગે સરકારમાં વખતોવખત રજૂઆત કરી સરકાર આના માટે કોઈ નવી પોલીસી બનાવે તેવી માંગણી કરી છે. અમદાવાદના બહેરામપુરા, દાણીલીમડા અને રામોલ જેવા વિસ્‍તારોમાં પ્રોસેસ હાઉસો ચાલે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here