કરનાલમાં હોળી રમ્યા બાદ કપલ બાથરૂમમાં ગયા અને મોત

0

કરનાલ,

કરનાલના ઘરૌંડામાં એક કપલનું દર્દનાક મોત થયું. મૃતક ગૌરવ અને શિલ્પીના ૪ મહિના પહેલા જ લગ્ન થયા હતા. શુક્રવારે હોળીનો તહેવાર ઉજવ્યા બાદ બંને બાથરૂમમાં ગયા અને ત્યાં ઘટેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં માતમ પ્રસરી ગયો છે. મોડી રાતે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. પરિવારના સભ્ય યોગેશકુમારે જણાવ્યું કે મારા પર ફોન આવ્યો કે પિતરાઈ ભાઈ બાથરૂમમાં બેહોશ પડ્યો છે. ફોન બાદ જ્યારે તે ઘરે આવ્યો તો ગામના ડોક્ટર પાસે ચેક કરાવ્યું. ત્યારબાદ તેમને પાણીપતની ખાનગી હોસ્પિટલ લઈ જવાયા જ્યાં ડોક્ટરોએ તેમને ના પાડતા ફરીથી ઘરૌંડાની સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા અને અહીં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

બાથરૂમમાં ગેસનું ગીઝર લાગ્યું હતું. હોળીનો તહેવાર મનાવ્યા બાદ લગભગ એક વાગે બંને પોતાના હાથપગ ધોઈ રહ્યા હતા. ત્યાં ગેસવાળું ગીઝર લાગ્યું હતું જેના કારણે બંનેના દમ ઘૂટી ગયા. પાણીની મોટર જ્યારે ઘણા સમય સુધી બંધ ન થઈ તો તેમના માતા જાેવા ગયા ત્યારે બંને બાથરૂમમાં બેહોશ પડ્યા હતા. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ દીપક કુમારે જણાવ્યું કે હોસ્પિટલથી સૂચના આવી હતી કે ગૌરવ અને શિલ્પીના મોતના ખબર મળ્યા. પરિવારના લોકોએ જણાવ્યું કે બાથરૂમમાં ગેસનું ગીઝર લાગ્યું હતું. ગેસ લીક થવાના કારણે આ અકસ્માત થયો. સમગ્ર મામલે તપાસ ચાલુ છે. બોડીનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here