કંગનાએ મહાત્મા ગાંધીના સારા પિતા અને પતિ હોવા પર ઉઠાવ્યા સવાલ

  0

  મુંબઈ,તા.૧૨
  બેબાક અભિનેત્રી કંગના રનૌતે ફરી એકવખત મોટો ધડાકો કર્યો છે. અભિનેત્રીના નિશાને હવે ગાંધીજી આવી ગયા છે. બ્રિટનના પ્રિંસ હૈરી અને તેમની પત્ની મેગન માર્કેલે એક ટીવી ઈન્ટરવ્યુંમાં મોટો ખુલાસો કર્યો હતો. હવે અભિનેત્રી કંગના રનૌતે શાહી પરિવારમાં મચેલા ઘમાસાનને લઈને ટિ્‌વટ કર્યા છે. આ સાથે અભિનેત્રીએ મહાત્મા ગાંધી ઉપર પણ નિશાન સાધ્યું છે અને સારા પિતા અને પતિ હોવા પર સવાલ ઉઠાવ્યા છે.

  અભિનેત્રી કંગના રનૌતે મહાત્મા ગાંધી ઉપર નિશાન સાધતા લખ્યું કે, મહાત્મા ગાંધી પર તેમના બાળકો દ્વારા જ ખરાબ પિતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ઘણી જગ્યાઓ પર તેનો ઉલ્લેખ પણ છે કે, તે તેમની પત્નીને ઘરનું શૌચાલય સાફ કરવાની મનાઈ કરી દેતા ઘરેથી કાઢી મુકતા હતા. તે એક મહાન નેતા હતા જે એક મહાન પતિ નથી થઈ શકતા, પરંતુ દુનિયા માફ કરી દે છે જ્યારે વાત એક માણસની કરવામાં આવે છે. કંગના રનૌતે ટિ્‌વટમાં લખ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી લોકોએ એક પરિવાર ઉપર એકબાજુની સ્ટોરી સાંભળીને ઘણી વાતો કરી, અંદાજ લગાવ્યા, ઓનલાઈન લિંચ કર્યા. મેં ક્યારેય સાસુ-વહુ અને ષડયંત્ર જેવા ઇન્ટરવ્યુ જાેયા નથી. કારણ કે આ વસ્તુ મને ઉત્સાહિત નથી કરતી. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે, સમગ્ર દુનિયામાં એ એકમાત્ર મહિલા શાસક બચી છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here