બિલાલ લુહાર (પોલીસ ફાઈલ)

અમદાવાદ,તા.૨૧

અમદાવાદ શહેરનાં “ઓલ ગૂજરાત મુસ્લિમ દીવાન-ફકીર સમાજ” દ્વારા તેજસ્વી તારલાઓને સન્માન કરવાનો એક કાર્યક્રમ અમદાવાદનાં સરખેજ ગાંઘી હોલમાં ગૂજરાત હજ સમિતિના ચેરમેન ઈકબાલ ભાઈ સૈયદ, વેજલપુર મહીલા વોર્ડ પ્રમુખની ઉપસ્તિથીમાં યોજવામા આવ્યો હતો. જેમા 180થી વઘુ ફકીર સમાજના તેજસ્વી તારલાઓને મોમેનટો અને પ્રમાણ પત્ર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગુજરાતભરમાંથી મુસ્લિમ દીવાન ફકીર સમાજના વિદ્યાર્થીઓને અને વાલીઓ તેમજ સમાજના આગેવાનો હાજર રહી તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમાજના તેજસ્વી તારલાઓને સનમાનીત કરતા પ્રમૂખ એ.બી ફકીરે જણાવ્યું હતું કે, મુસ્લિમ દીવાન ફકીર સમાજને શિક્ષણ ક્ષેત્રે વઘુ ઊંચાઈએ લઈ જવા સમાજમાં શિક્ષણ ક્ષેત્રે વઘુ ઘ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here