ઓરિસ્સામાં સાપે ડંખ મારતાં ભાઇએ સાપને હાથમાં પકડી બચકા ભરતાં સાપ મોતને ભેટ્યો

0

જાજપુર,તા.૧૩
ઓરિસ્સાના જાજપુર જિલ્લાથી એક અજીબ-ઓ-ગરીબ કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ સાપ સાથે વેર વાળ્યું. ઓરિસ્સામાં એક વ્યક્તિએ સાપ કરડ્યો તો બદલો લીધો અને સાપનું મોત પણ થઈ ગયું. ૪૫ વર્ષના એક વ્યક્તિને સાપ કરડ્યો, જવાબમાં આ વ્યક્તિએ સાપ પર હુમલો કર્યો અને તેને બચકું ભર્યું. ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિ બચી ગયો અને સાપ મરી ગયો. જાજપુર જિલ્લાના દાનાગઢી વિસ્તારમાં કિશોર બદ્રા નામનો એક વ્યક્તિ બુધવારના રાત્રે ખેતરથી પાછો આવી રહ્યો હતો, ત્યારે સાપે તેને પગમાં બચકું ભર્યું. ત્યારબાદ તરજ જ કિશોરે એ સાપને પકડી લીધો અને પછી તેને બચકું ભર્યું.

કિશોરના જણાવ્યા પ્રમાણે, જ્યારે તે રાત્રે ઘરે આવી રહ્યો હતો ત્યારે પગમાં કંઇક કરડ્યું. જ્યારે તેણે ટોર્ચ ચાલું કરીને જાેયું તો સાપ તેના પગ પર હતો. ત્યારબાદ તેણે સાપને હાથમાં લીધો અને તેને સતત બચકું ભર્યું. ત્યારબાદ સાપ ત્યાં જ મરી ગયો. કિશોર એ મરેલા સાપને પોતાના ઘરે લઈને આવ્યો અને પોતાની પત્નીને આખી ઘટના જણાવી.

જાેતજાેતામાં આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ અને દરેક જણ આ વિશે વાત કરવા લાગ્યા. લોકોએ કિશોરને તાત્કાલિક નજીકની હૉસ્પિટલ જવા કહ્યું. જાે કે તેણે ઇનકાર કરી દીધો. તે એક પારંપારિક વૈદ્ય પાસે ગયો અને પોતાને જ્યાં સાપ કરડ્યો છે તે બતાવ્યું. ચોંકાવનારી વાત એ છે કે કિશોર બદ્રાને સાપ કરડ્યો છતાં પણ તેની તેને કોઈ અસર થઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here