ઓમિક્રોન સંક્રમણના લક્ષણો સૌથી અલગ છે : વૈજ્ઞાનિકોની ચેતવણી

0

અમેરિકા,

દુનિયાભરના વૈજ્ઞાનિક ઓમિક્રોનના વ્યવહારને સમજવા લાગ્યા છે. અત્યારસુધીના ડેટાથી ખ્યાલ આવે છે કે કોરોના વાયરસના આ વેરિઅન્ટ અત્યાર સુધી તેના જૂના વેરિઅન્ટની તુલનામાં વધારે સંક્રામક પણ ઓછા ગંભીર છે. કોરોનાના અત્યારસુધીના લક્ષણોની તુલનામાં તેના સામાન્ય લક્ષણો છે. ઓમિક્રોનના જેટલા પણ દર્દી મળી રહ્યા છે તેમાં એક લક્ષણ સામાન્ય છે અને તે છે ગળામાં ખરાશ.

હાલમાં દ. આફ્રિકાના ડોક્ટર્સે ઓમિક્રોનના દર્દીઓમાં થોડી અલગ પેટર્નને નોટિસ કરી છે. તેમાં તમામમાં શરૂઆતના લક્ષણોમાં ગળામાં ખરાશ જાેવા મળી છે. આ પછી નાક બંધ થવું, સૂકી ખાંસી, માંસપેશીઓ અને નીચેના ભાગમાં દર્દ જેવા લક્ષણો જાેવા મળ્યા છે. ડોક્ટર્સે કહ્યું છે કે તમામ લક્ષણો સામાન્ય છે પરંતુ તેનો અર્થ એ નથી કે ઓમિક્રોન ઓછો ખતરનાક છે. આ વાયરસના લક્ષણો પહેલા કરતા અલગ છે. તેમાં બંધ નાક, ગળામાં ખરાશ, માંસપેશીમાં દર્દ અને ડાયરિયાની ફરિયાદ જાેવા મળી છે. જેની પર ધ્યાન આપવાની જરૂર છે. સાઉથ આફ્રિકન સેન્ટર ફોર એક્સીલેન્સ ઈન એપિડેમાયોલોજિકલ મોડલિંગ એન્ડ એનાલિસિસના ડાયરેક્ટરે ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં ઝડપથી ફેલાવવાનો દાવો કર્યો છે. આ સિવાય તેઓએ ચિંતા જાહેર કરતા કહ્યું છે કે ભારતમાં હોસ્પિટલ પ્લાનિંગ સાથે જાેડાયેલા કેસને માટે તૈયાર રહેવું સમજદારી ભર્યું પગલું હશે. તેઓએ કહ્યું કે ઓમિક્રોન પહેલા સંક્રમિત થઈ ચૂકેલા લોકોને પણ ઝપેટમાં લઈ રહ્યો છે. તેના ટ્રાન્સમિશન રેટ છેલ્લા તમામ વેરિઅન્ટથી વધારે છે. શરૂઆતના આંકડા કહે છે કે સંપૂર્ણ રીતે વેક્સિનેટ થઈ ચૂકેલા લોકો પણ નવા વેરિઅન્ટથી બચી શક્યા નથી, ઓમિક્રોન ઇન્ફેક્શનની જે સ્થિતિ દ. આફ્રિકામાં જાેવા મળ્યા હતા તે હવે દુનિયાના અનેક દેશમાં મળી રહ્યા છે.

ભારતમાં ડેલ્ટા વેરિઅન્ટના કારણે આવેલી અન્ય લહેરમાં પણ સ્થિતિ ખરાબ જાેવા મળી હતી. ઓમિક્રોન ઈન્ફેક્શનથી થનારી ગંભીરતાને વિશે ઘણી ઓછી માહિતિ સામે આવી છે. એક્સપર્ટ કહે છે કે વેક્સિનેટેડ અને પહેલા સંક્રમિત થઈ ચૂકેલા લોકોમાં તેના સામાન્ય લક્ષણ જાેવા મળી રહ્યા છે. ખરાબ ઈમ્યુનિટી વાળા લોકો પર તેની અસર પહેલાના વેરિઅન્ટના જેવી જ થાય છે. આ માટે હોસ્પિટલ પ્લાનિંગના કેસમાં સ્થિતિથી લડવા માટે તૈયાર રહેવું પડશે.ઓમિક્રોન વેરિઅન્ટ દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર આ વેરિઅન્ટ અત્યાર સુધીમાં ૭૭ દેશમાં ફેલાઇ ચૂક્યો છે અને કોઈ પણ અન્ય સ્ટ્રેનની તુલનામાં આ વેરિઅન્ટની રફ્તાર વધારે છે. બ્રિટનમાં ગુરુવારે કોરોના વાયરસના ૮૮૩૭૬ કેસ મળ્યા છે. ૩૬ રાજ્યોમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ભારતમાં પણ રોજ ઓમિક્રોનના કેસ વધે છે. દિલ્હીમાં ઓમિક્રોનના ૧૦ નવા દર્દી સાથે ૯૭ કેસ મળ્યા છે. ઓમિક્રોનની ઝડપને જાેતા તેના લક્ષણોને જાણવા પણ જરૂરી છે. જેથી સમયર તેને ફેલાવવાથી અટકાવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here