અમદાવાદ,
અમદાવાદના મણિનગર વિસ્તારમાં ૧૫ વર્ષીય સગીરા તેનાં માતા-પિતા સાથે રહે છે. કોરોનાને કારણે ઓનલાઇન અભ્યાસ ચાલુ થયો હતો, જેથી તેને એક મોબાઈલ ફોન લઇ આપ્યો હતો. તેને અભ્યાસમાં તકલીફ ન પડે એના માટે એક પર્સનલ રૂમ પણ આપ્યો હતો. ધીરે ધીરે અભ્યાસ કરવાની જગ્યાએ ફોનનો તેણે દુરુપયોગ શરૂ કર્યો હતો. એકલતાનો લાભ લઈને સગીરા રૂમમાં પોતાના ગુપ્ત ભાગના ફોટોઝ પાડતી હતી. ધીરે ધીરે તેને આવી પ્રવૃત્તિમાં રસ પડતાં તેણે ન્યૂડ વીડિયો બનાવવાના શરૂ કર્યા હતા અને પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાના શરૂ કર્યા હતા. એને કારણે તેની પોસ્ટ પર છોકરાઓની ગંદી કોમેન્ટ પણ આવવા લાગી હતી. સગીરા આ રીતે કરવા લાગી અને તેને મજા આવતી હતી. સગીરાએ પોતાની માસીની દીકરી સાથે આ વાત શેર કરી અને તેને પણ આ રીતે ગુપ્ત ભાગના ફોટોઝ પાડીને ન્યૂડ વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા કહ્યું હતું. માસીની દીકરી દ્વારા આ રીતે ગંદી હરકતો કરવાનું કહેતાં તેણે પોતાનાં માતા-પિતાને જાણ કરી હતી. સગીરાના પરિવારને આ મામલે જાણ કરવામાં આવી હતી. પોતાની દીકરીની આવી હરકતો સાંભળી માતા-પિતાને એટેક આવી ગયો હતો.

તેમણે સગીરાને ખૂબ સમજાવી હતી, પરંતુ થોડા દિવસ બાદ ફરીથી તેણે પોતાની આવી હરકતો શરૂ કરી દીધી હતી. સગીરાએ આવી હરકતો બંધ ન કરતાં તેમણે મહિલા હેલ્પલાઇન અભયમ્‌ ૧૮૧ની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરાના ઘરે જઈ તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેને સાયબર ક્રાઈમ અને ચાઈલ્ડ હેલ્પલાઇન વિશે માહિતી આપી આવી હરકતો ન કરવા સમજાવી હતી. દીકરીની હરકતોને જાેઈ માતા-પિતાએ તેને રાખવાની ના પાડી દીધી હતી. જેથી તેને ચિલ્ડ્રન હોમ્સ વિશે જણાવ્યું હતું. સગીરાને પોતાની કરેલી હરકતોથી પસ્તાવો થયો હતો અને પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ મારી દીધું હતું. જ્યાં સુધી પોતાનાં માતા-પિતા ન કહે ત્યાં સુધી મોબાઈલ નહિ વાપરે. માતાની હાજરીમાં જ મોબાઈલથી ઓનલાઇન અભ્યાસ કરશે એવી તેણે બાંયધરી આપી હતી. આમ, હેલ્પલાઇનની ટીમે સગીરાને સેક્સ્યૂઅલ પ્રવૃત્તિ અને સાયબર ક્રાઈમનો ભોગ બનતાં અટકાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here