(અબરાર એહમદ અલવી)

અમદાવાદ,તા.૧

શહેરમાં આવેલ સમગ્ર દેશની ઓળખસમાન સિદ્દી સૈય્યદની જાલીવાલી મસ્જીદ પ્રત્યે તંત્ર બેદરકાર બન્યું છે. સિદ્દી સૈય્યદની જાલીવાલી મસ્જીદની આસપાસ સ્વચ્છતાનો આભાવ જોવા મળી રહ્યો છે.

મસ્જિદની ફૂટપાથ પર બેસતા ભીક્ષુકો

મસ્જિદની ફૂટપાથ પર ભીક્ષુકો બેસે તો છે જ પરંતુ તેઓએ જાણે કે, ડેરો જમાવી લીધું હોય તેમ પાલતું કબૂતરો અને મરઘાઓને લઇ બેસે છે જેના હિસાબે લોકો તેમના માટે ચણના પૈસા આપી જતા હોય છે. ત્યાં સાફ સફાઈ કે તંત્ર દ્વારા કોઈપણ તકેદારી રાખવામાં આવતી નથી.

મસ્જિદની ફૂટપાથ પર દેખાતા કબુતરના પાંજરા અને મરઘાઓ

સમગ્ર વિશ્વમાંથી લોકો આ મસ્જીદને જોવા માટે આવે છે ત્યારે આવી બેદરકારી ચલાવી લેવાય તેમ નથી. સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા તાત્કાલીક પગલા લેવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. તો આ ઐતિહાસીક સ્થળની જાળવણી માટે તંત્ર દ્વારા કયા પગલા લેવામાં આવે છે તે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here