એસ.પી ડૉ. લીના પાટીલના ખૌફથી બુટલેગરોમાં ફફડાટ, અંકલેશ્વર હાઇવે પરથી લાખોની કિંમતનો શરાબનો જથ્થો બિનવારસી મળી આવ્યો..!!

0

ભરૂચ,

ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડૉ. લીના પાટીલે હવાલો સંભાળ્યા બાદથી જાણે કે બુટલેગરોને હિજરત કરવી પડે તેવી નોબત આવી છે, જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવી હાહાકાર મચાવતા તત્વો હવે જાણે કે એક નંગ બોટલ વેંચતા પણ અચકાઈ રહ્યા છે. જિલ્લામાં દારૂ બંધીનું કડક અમલ આજકાલ જોવા મળતા નશો કરતા તત્વો પણ હવે દમણ, મુંબઈ, ગોવા તરફની વાત પકડી રહ્યા છે, જિલ્લામાં એક બાદ એક દારૂ, જુગારના અડ્ડાઓ પર પોલીસના દરોડા બાદથી મોટા ગજાના સપ્લાયર બુટલેગરોમાં હવે એસ.પી ડૉ. લીના પાટીલનો ખૌફ જોવા મળી રહ્યો છે, સાથે નશાના વેપલાની પીચ પરથી હવે બુટલેગરો પોતે દાવ ડિકલર કરી હવે પલાયન થતા હોય તેવી સ્થિતિમાં મુકાયા હોવાની ચર્ચાઓ બે નંબરી તત્વોમાં જોવા મળી રહી છે,

અંકલેશ્વર રૂરલ પોલીસ મથકની હદ વિસ્તારમાં પાનોલી ગામ નજીક ને.હા ૪૮ પર આવેલ એક્સલ હોટલના પાર્કિગ માંથી ટાટા ૪૦૭ ટેમ્પો નંબર GJ,16,AU-9597માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો બિનવારસી હાલતમાં સંતાડી રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૬૭૪૪ નંગ બોટલો સાથે કુલ ૯ લાખ ૬૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ટેમ્પોના ચાલક તેમજ દારૂ મંગાવનાર બુટલેગરની શોધખોળ હાથ ધરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here