સુરત જીલ્લાના બારડોલીમાં ન માનવામાં આવે તેવી ઘટના બનવા પામી છે. ઓરગામનો યુવક પ્રેમિકા સાથે પરત ફરતો હતો ત્યારે બાઈક ઉભી રાખી લઘુશંકા કરવા ગયો અને બાદમાં પાણી ભરેલા ખાડામાં મૃત હાલતમાં મળ્યો. હાલ તો સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બારડોલી,

સુરત જીલ્લાના બારડોલી તાલુકાના ઓરગામમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. સમગ્ર બનાવ અંગે વાત કરીએ તો બારડોલી તાલુકાના ઓરગામ ગામનો યુવક પ્રેમિકા પાસે પરત ફરી રહ્યો હતો ત્યારે બાઇક થોભાવી નહેર પાસે લઘુશંકા કરવા ગયો હતો. બાદમાં પાણી ભરેલા ખાડામાંથી મૃત મળ્યો હતો. બારડોલી તાલુકાના ઓરગામ ખાતે ભીલ ફળિયામાં રહેતો કૌશિકભાઈ કિરણભાઈ રાઠોડ (20) 26મીના રોજ કૌશિક પોતાની પ્રેમીકા સાથે મોરી લગ્નમાં ગયા હતાં. ત્યાંથી પરત ફરતી વેળાએ કૌશિક લઘુશંકા કરવા માટે જવાનો હોય જેથી તે સમથાણ નહેર તરફ લઈ ગયો હતો. જ્યા બાઇક ઉભી રાખી લઘુશંકા માટે અંદર ગયો હતો. થોડો સમય થઈ ગયો હોવા છતાં કૌશિક ન આવતાં યુવતી કૌશિકને જોવા ગઈ હતી. જ્યાં કૌશીક બેભાન હાલતમાં પડેલો હતો. કૌશિકના પગ પાણીમાં હતાં. યુવતીએ કૌશિકને ઉઠાડવાનો પ્રયત્ન કરતાં તે ન ઉઠતાં યુવતીએ કૌશિકના બનેવીને ફોન કરીને જાણ કરતાં તેને હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here