ઇસનપોર,

આજના ઝડપી અને ટેકનોલોજીના યુગમાં આજે પણ ગામડાઓમાં માન્યતા અને શ્રધ્ધાઓ પર વિશ્વાસ રાખવામાં આવે છે ત્યારે સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના ઇસનપોર ગામના લોકોએ જંતર યાત્રા ફરી જીવંત કરી છે આ યાત્રાનું કારણ એવું હતું કે ૩૫ વર્ષ પહેલા ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મૃત્યુઆંકમાં વધારો થતો હતો જેથી ગામના લોકોએ કરજણના પલેખા કસ્ટભંજન હનુમાનજી મંદિર જઈને ગામની રક્ષા માટે સંતો મહંતો પાસે પાર્થનાં કરવા સાથે આપેલી જંતર ગામના પ્રવેશ દ્વાર પર લગાવી ધાર્મિક નિયમોનું પાલન કરી વિધિ કરવા કહેતા ગ્રામજનોએ તે વિધિ સાથે જંતર યાત્રા કરતા ગ્રામજનો નિરોગી અને સુખી થતાં યાત્રા કાઢતા થયા હતા જેમાં 3 દિવસનાં કડક ધાર્મિક નીતિ નિયમોનું પાલન સાથે ઈસનપોરની યાત્રામાં ગામ આખું જોડાયું હતું.

વૈજ્ઞાનિક યુગમાં આજે ગામડાઓમાં માન્યતાઓ અને શ્રદ્ધાઓ પર આધાર રાખી ધાર્મિક વિધિ થાય છે. આવી વર્ષો જૂની વડવાઓની ગ્રામજનો પ્રત્યેની ધાર્મિક લાગણી અને માન્યતાએ ઈસનપોરમાં જંતર યાત્રાને સ્થાન મળ્યું. રોગચાળો સાથે અપમૃત્યુ થવાની ઘટનાએ 35 વર્ષ પહેલાં શરૂ થયેલી અને સમય સંજોગે બંધ થયેલી જંતર યાત્રા ફરી જીવંત કરી છે. 3 દિવસનાં કડક ધાર્મિક નીતિ નિયમોનું પાલન સાથે ઈસનપોરની યાત્રામાં ગામ આખું જોડાયું હતું. ઓલપાડ તાલુકાના ઈસનપોર ગામે 35 વર્ષ પહેલાં રોગચાળો સહિત આકસ્મિક મૃત્યુ થવાની ઘટના બનતા ગ્રામજનો ભયભીત થયા. ત્યારે કરજણના પલેખા કસ્ટભંજન હનુમાનજી મંદિર જઈને ગામની રક્ષા માટે સંતો મહંતો પાસે પાર્થનાં કરવા સાથે આપેલી જંતર ગામના પ્રવેશ દ્વાર પર લગાવી ધાર્મિક નિયમોનું પાલન કરી વિધિ કરવા કહેતા ગ્રામજનોએ તે વિધિ સાથે જંતર યાત્રા કરતા ગ્રામજનો નિરોગી અને સુખી થતાં યાત્રા કાઢતા થયા હતા. 1986માં શરૂ થયેલી જંતર યાત્રા કોઈક કારણોસર બંધ થતાં ગ્રામજનોએ ફરીવાર યાત્રા શરૂ કરવાનું વિચારી મંગળવાર અને અખાત્રીજના દિવસે 35 વર્ષ બાદ ફરી જંતર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જંતર યાત્રા પહેલા નક્કી કરેલા ધાર્મિક નીતિનિયમોનું ગ્રામજનોએ કડક પાલન કરી યાત્રા સાથે જોડાયા હતા. શરૂઆતમાં વડીલો અને યુવાનોએ ભેગા મળી વિધિ પ્રમાણે દરેક મહોલ્લાના માર્ગ પર શ્રીફળ સાથે જંતર લગાવ્યા. નક્કી થયેલા સમયે ગ્રામજનો પશુ સાથે લઈને ઘરોને તાળા લગાવી ચાલી નીકળ્યા હતા. 1800થી વધુનું વસ્તી ધરાવતા ગામના લોકો જેમાં બાળકોથી લઈને વયોવૃદ્ધનો સમાવેશ થાય છે. જેઓ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એકઠા થયા હતા.ગ્રામજનો નિરોગી અને સુખી રહે તે માટે વર્ષો બાદ ફરી થયેલી જંતર યાત્રામાં સ્વયંભૂ એકત્ર થયેલા ગ્રામજનોએ શોભાયાત્રા બાદ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પહોંચી દર વર્ષે અખાત્રીજના દિવસે જંતર યાત્રાનું આયોજન કરવાની પ્રતિજ્ઞા લઈ સમૂહ ભોજન લેવા સાથે ઇષ્ટદેવની પાર્થના કરી સાંજે ઘરે પરત ફર્યા હતા. ગામના પ્રવેશદ્વાર જંતર પર લગાવી ગામજનો એના નીચેથી પસાર થાય છે. ઓલપાડ તાલુકાના ઈસનપોર ગામે થયેલી જંતર યાત્રા વિશે 1986માં થયેલી પ્રથમ યાત્રાના સાક્ષી ગામના વડીલ મનહરભાઈ પટેલે માહિતી આપી હતી. તેમના કહેવા મુજબ ગામમાં રોગચાળો અને કોઈ આફત ન આવે તે માટે કષ્ટભંજન હનુમાનજીના મંદિરથી સ્વામી દ્વારા મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિથી બનાવેલી એક ચિઠ્ઠી આપવામાં આવે છે. જેને વાંસની ભૂંગળીમાં નાખી શ્રીફળ સાથે ગામના પ્રવેશદ્વાર અને દરેક મહોલ્લાના મુખ્ય માર્ગ પર તોરણની જેમ બાંધવામાં આવે છે. ગ્રામજનો તે જંતર નીચેથી ગામની બહાર જઈને થોડા કલાક બાદ ફરી ઘરે પરત ફરે છે. આ યાત્રાની ધાર્મિક વિધિમાં ગ્રામજનોને અતૂટ આસ્થા અને શ્રદ્ધા છે. કડક નિયમોનું પાલન કરવાનું હોય છે ત્રણ દિવસ માટે ગ્રામજનોએ તમામ પ્રકારના વ્યસનો અને માંસાહારનો ત્યાગ કરવાનો. ગ્રામજનોએ મરણ પ્રસંગે જવાનું નથી. દરેક ગ્રામજનોએ ફરજિયાત યાત્રામાં હાજરી આપવાની. યાત્રાના ત્રણ દિવસ પહેલાંથી ગ્રામજનોએ વાળ દાઢી કરાવવાના નથી. મહિલાઓએ ત્રણ દિવસ ઘરે કે ગામ બહાર જઈને કપડા ધોવાના કે ધોવા દેવાના નથી. 35 વર્ષ પહેલાં પ્રથમ વખત થયેલી યાત્રા બાદ ગ્રામજનો સુખી હતા. ગામમાં રોગચાળો અને અપમૃત્યુની ઘટના થતી અટકી. ત્યારે કોઈક કારણસર બંધ થયેલી યાત્રા હાલ કોરોના બીમારી અને અન્ય કારણસર ગામમાં થયેલા મોત બાદ વડીલોના આગ્રહથી ગ્રામજનોમાં સહકારે આયોજન કરાયું હતું. – ધર્મેશ પટેલ, સરપંચ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here