ન્યુ દિલ્હી,તા.૧૦
દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ૧મેથી રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે. આ દરમિયાન કેટલાક ફેક મેસેજ પણ લોકોને મળી રહ્યાં છે, જે તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે. જે ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સને ફ્રી વેક્સીન રજિસ્ટ્રેશન એપના નામથી મેસેજ મળી રહ્યો છે. આ નવો માલવેર યૂઝર્સને અનધિકૃત લિંક પર ટેપ કરવા અને વેક્સીનેશન રજિસ્ટ્રેશન એપ ડાઉનલોડ કરવા કહે છે.
આ એપનું નામ SMS Worm છે. આ નવો માલવેર છે જે ટેક્સ્ટ મેસેજ દ્વારા યૂઝર્સના ડિવાઈસમાં ફેલાય છે અને તેમની કોન્ટેક્ટ ડિટેલ ચોરી કરે છે. પહેલાં આ એપ્લિકેશનનું નામ COVID-19 હતું હવે તેનું નામ બદલીને વેક્સિન રજીસ્ટર કરવામાં આવ્યું છે. સંશોધનકર્તાના કહેવા પ્રમાણે તે તમારા ફોનના બંને સીમને ટાર્ગેટ કરે છે. તેથી સાવચેત રહેવાની જરૂર છે.
માલવેરને ટાળવાનો શ્રેષ્ઠ અને સૌથી સહેલો રસ્તો એ છે કે કોઈ પણ અનધિકૃત સોર્સ અથવા વેબસાઇટ પરથી એપ્લિકેશનને ડાઉનલોડ ન કરવી. તેમજ જાે તમને એસએમએસ દ્વારા કોઈ લિંક પ્રાપ્ત થઈ છે જ્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, તો તેને અવગણવું જાેઈએ. એન્ડ્રોઇડ યુઝર્સે ફક્ત ગૂગલ પ્લે સ્ટોર પરથી જ એપ ડાઉનલોડ કરવી જાેઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here