મુંબઈ,તા.૨૦
ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવનાર સોનૂ સૂદ રિયલ લાઈફમાં હીરો છે. અભિનેતાએ લોકડાઉનમાં પ્રવાસી મજૂરો અને ગરીબોની મદદ કરી હતી અને તેમને તેમના ઘરે પહોંચાડ્યા હતા. જાે કે હવે હજુ પણ તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. તેમના આ પ્રસંશનિય કામને લઈને લોકો તેમની ભરપૂર પસંશા કરી રહ્યા છે. આજે દૂનિયાભરમાંથી લોકોના આશિર્વાદ અને પ્રેમ મળી રહ્યો છે. ત્યારે હવે એરલાઈન્સ સ્પાઈસજેટે પણ ખાસ રીતે સોનૂ સૂદનો આભાર વ્યક્ત કર્યો છે. જેના ફોટો ઈન્ટરનેટ ઉપર વાયરલ થઈ રહ્યા છે. સ્પાઈસજેટે પોતાના વિમાન ઉપર સોનૂ સૂદનો ફોટો લગાવ્યો છે. જેમાં એ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કેવા મુશ્કેલીના સમયમાં સોનૂ સૂદે લોકોની મદદ કરી હતી. આ સાથે વિમાન પર લખ્યું છે, ‘અ સલ્યૂટ ટુ ધ સેવ્યર સોનુ સૂદ’. આ ફોટોને સોનૂ સૂદે ટિ્‌વટર પર શેર કરતા લખ્યું, આ ઘટનાએ મને પંજાબના મોગાથી મુંબઈની યાત્રાની યાદ અપાવી દીધી છે. આજે મારા માતા પિતાને વધારે મિસ કરી રહ્યો છું. અભિનેતા સોનૂ સૂદનું આ ટિ્‌વટ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યું છે અને લોકો કોમેન્ટ કરીને ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, “સોનૂ સર, તમે મહાન છો. હું તમને ભારતના પ્રધાનમંત્રીના રૂપમાં જાેવા માંગુ છું.” તો બીજા એક યૂઝરે લખ્યું, “પૈસા કોઈ કબ્રમાં લઈને નથી જતું, આ તો ખ્યાલ હતો પરંતુ પૈસાનો સાચો ઉપયોગ ક્યાં થાય છે તે તમારી પાસેથી શિખ્યું છે. “

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here