એરપોર્ટ પર સ્વાગત કરવા પહોંચેલા પુત્રને માતાએ સેન્ડલ વડે ફટકાર્યો

0

ન્યુદિલ્હી, તા.૦૨

આજકાલ જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે અજીબો ગરીબ છે. વિડિયોમાં જાેઈ શકાય છે કે, એક પુત્ર પોતાની માતાને એરપોર્ટ પર રિસિવ કરવા ગયો હોય છે. જ્યાં તે બૂકે અને પોસ્ટર સાથે માતાનુ સ્વાગત કરવા ઉભો હોય છે. જાેકે પુત્રને જાેઈને ખુશ થવાની જગ્યાએ માતા પોતાનો સેન્ડલ કાઢે છે અને પુત્રને મારવાનુ શરુ કરી દે છે. આ જાેઈને એરપોર્ટ પર બીજા લોકો પણ હેરાન થઈ જાય છે.

આ વિડિયો શેર કરનાર અનવર જિવાબી નામના વ્યક્તિએ લખ્યુ છે કે, મારી માતા પાછી આવી ગઈ. અત્યાર સુધીમાં ૧૩ કરોડ લોકો આ વિડિયો જાેઈ ચુકયા છે. ૬૦૦૦૦ લોકો તેને લાઈક કરી ચુકયા છે. જાેકે પુત્ર સાથે માતાએ આવુ વર્તન કેમ કર્યુ તેનો કોઈ ખુલાસો વિડિયોમાં જાેવા મળતો નથી. વિડિયો જાેઈને યુઝર્સ પણ જાત જાતની કોમેન્ટસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા વિડિયો એવા હોય છે જે વાયરલ થઈ જતા હોય છે. લાખો લોકો તેને જાેતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here