નિશીથ સીન્ગાપુરવાલા

અમદાવાદ,તા.૨૨

વડીલો, મિત્રો છેલ્લા કેટલાય સમયથી આપણા ગુજરાત રાજયની યુવા પેઢીને બરબાદ કરવાનુ રીતસરનુ ષડયંત્ર ચાલી રહ્યું છે. સમગ્ર ગુજરાતના નાના મોટા શહેરોમાં એમડી (MD) ડ્ગ્સનુ વેચાણ થાય છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ખુબ જ મોટા પ્રમાણમાં એમડી (MD) ડ્ગ્સનુ વેચાણ થાય છે અને તેનો શિકાર આપણી યુવા પેઢી બની રહી છે.

આ એમ.ડી ડ્રગ્સ તરુણાવસ્થાના યુવાનો યુવતીઓને ખાસ કરીને ટારગેટ બનાવવામા આવે છે. શહેરના ઘણા વિસ્તારોમાં તેના સ્પલાયર છે અને શહેરના પોશ વિસ્તારમાં તેના પિડીત ગ્રાહકો છે. આ ઝેરનો વેપાર ખૂબ મોટો છે સરકાર પોલીસ તંત્ર તેને નાબૂદ કરવા તેમની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી પણ રહી છે. તેમ છતાં આ દુષણ દિવસે ને દિવસે વધતો જ જાય છે.

જો આ દુષણને આપણા સમાજમાંથી ખતમ કરવું હોય તો, આપણી પણ જાગૃત નાગરિક તરીકેની એક ફરજ બને છે કે, આપણા કુટુંબ, સગા, સંબધી વિસ્તારના યુવાનો આ અંગેનો ભોગ ના બને તે માટે આપણે ચોક્કસ અને મકકમતાથી સામનો કરી જાગૃતિ લાવવી જ પડશે. નહીતર એ દિવસ દુર નથી કે, જયારે આપણી યુવાપેઢી આનો ભોગ બની જીવન બરબાદ કરી ચૂકયુ હશે. ત્યારે ખૂબ મોડુ થઈ ગયું હશે..!

જાગૃત નાગરિક તરીકે આપણી ફરજમાં આવે છે કે, જો આ અંગે આપણને કોઈપણ સંકાશ્પદ વ્યક્તિ દેખાય કે, જે એમ.ડી ડ્રગ્સનું વેચાણ કરે છે તો એવા ઇસમો સામે તાકીદે સ્થાનિક પોલીસ સ્ટેશનમા જાણ કરવી જોઈએ અને એક જાગૃત નાગરિક તરીકેની આપણી ફરજ નિભાવવી જોઈએ.….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here