પૈસા ડબલ થઇ જશે તેવી લાલચમાં રાજકોટના બે વેપારીઓએ ગુમાવ્યા ૯.૫૦ લાખ

રાજકોટમાં “એક કા ડબલ”ની લાલચ આપી લીમડા ચોકમાં ઓફિસ ધરાવતા ગઠીયા બે વેપારીઓ સાથે રૂ.9.50 લાખની છેતરપિંડી કરી હતી. આગથિયાએ વેપારીઓને એક વર્ષમાં ઊંચું વળતર મળવાની લાલચ આપી છેતરપીંડી કરી હતી. બંને વેપારીઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર દરબારગઢમાં રહેતા અને ચાંદીનું જોબવર્ક કરતા અમિતભાઈ વિનોદશય ગાંધીએ પોલીસ ફરિયાદમાં આરોપી લીમડા ચોકમાં ઓફિસ ધરાવતા સંદીપ જવાહર ઘુચલા (રહે. વાસણા જકાતનાકા,ગોત્રી રોડ,વડોદરા)નું નામ આપ્યું હતું. જેમાં તેને જણાવ્યું હતુ કે, તેના મિત્ર પ્રશાંત બી. ચાંપાનેરીયાને એકાદ વર્ષ પહેલા ઈન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરી હતી. જેથી સંદિપભાઈએ આરોપી સંદિપનો પરીચય કરાવ્યો હતો ઓફિસે મુલાકાત થતા સંદિપે પોતાની કંપનીમાં રોકાણ કરવાથી 12 મહિના બાદ સારૂ વળતર મળશે તેમ કહ્યું હતું. જેથી તેણે રૂા.1.50 લાખનું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. 12 મહિના બાદ સંદિપે નફા સાથે રૂા.2.40 લાખ પરત આપવાની વાત કરી હતી. મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ કરી રૂા.300 ના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી આપ્યું હતું. નક્કી થયા મુજબ તેણે રૂા. 1.50 લાખના બે ચેક સંદિપને આપ્યા હતા. ગઈ તા.25-2-2021ના રોજ મિત્ર 2 સંદિપભાઈએ રૂા.7 લાખનું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. એક વર્ષ બાદ તેને સંદિપે રૂા. 11.20 લાખ મળશે તેવું કહી તેની સાથે પણ મેમોરેન્ડમ ઓફ અન્ડસ્ટેન્ડીંગ સાઈન કર્યું હતું. પરીણામે સંદિપભાઈએ તેને ચેકથી રૂા.7 લાખ આપ્યા હતા. ગઈ તા.8-7-2021ના રોજ તેણે વધુ રૂા.1 લાખનું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. એક વર્ષ બાદ નફા સાથે રૂા.1.60 લાખ પરત આપવાની ખાત્રી મળી હતી. આ રકમનું પણ તેણે ચેકથી પેમેન્ટ કર્યું હતું. પાકતી મુદતે આરોપી સંદિપની ઓફિસે જતા તે બંધ મળી હતી. કોલ કરતા સંપર્ક થયો ન હતો. જેથી તેની સાથે છેતરપિંડી થયા હોવાનું જણાવતા તેને આજે “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here