ગાંધીધામ,
મીઠીરોહર પાસે આવેલા એક બેન્સોમાં એકલતાનો લાભ લઇ એક શખ્સે સગીરા ઉપર પાંચ મહિનામાં પાંચ વખત દુષ્કર્મ આચરી જાે મારી સાથે લગ્ન નહીં કરે તો આ વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. આ બાબતે ભોગ બનનાર સગીરાની માતાએ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મીઠીરોહર પાસે આવેલા એક બેન્સોમાં કામ કરતી તેમની ૧૩ વર્ષીય દિકરી સાથે ત્યાં જ કામ કરતા મુળ આસામના આલમગીર અબ્દુલહમીદ શેખે એકલતાનો લાભ લઇ પાંચ મહિનામાં પાંચ વખત મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી તેના વીડિયો ફોટા બનાવી જાે મારી સાથે લગ્ન નહી઼ કરે તો આ વીડિયો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી હતી. ડરી ગયેલી સગીરા કંઇ બોલતી ન હતી પરંતુ ધમકી અપાતાં આખરે તેણે પોતાના પરિવારને આ બાબતે વાત કરતાં ઘટના પ્રકાશમા઼ આવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.