એએમસીની શાળાના ધો.૬થી ૮ના બાળકોને સ્માર્ટફોન અપાશે

0

૫૦૦૦ બાળકોને ભણવા માટે સ્માર્ટફોન અપાશે

અમદાવાદ,તા.૧૦

ધોરણ ૬ થી ૮ના અંદાજે ૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મળી રહે તેના માટે સ્માર્ટફોન આપવામાં આવશે અને સર્વે કરી અને બાકીના જે વિદ્યાર્થીઓ પાસે ફોન નથી તેઓને સ્માર્ટફોન આપવા અને નીતિ નક્કી કરવામાં આવી છે. ભણશે અમદાવાદ, રમશે અમદાવાદ અને શીખશે અમદાવાદ અંતર્ગત રૂ. ૧ કરોડ ફાળવવામાં આવ્યા છે. સ્કૂલો અને ઓફિસમાં વહીવટીકરણમાં સરળતા માટે એપ બનાવવામા આવશે. મલ્ટીમીડિયા સ્ટુડિયો તથા વર્ગખંડોના નિર્માંણ અને રીનોવેશન માટે રૂ. ૧ કરોડ ફાળવવામાં આવ્યા છે. નવા અંદાજપત્રમાં સ્કૂલબોર્ડ દ્વારા ૭ જેટલી નવી અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવામાં આવશે ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં ૧૯ નવી સ્કૂલો શરૂ કરવામાં આવશે. સ્કૂલોમાં મધ્યાહન ભોજન માટે શેડ બનાવવા પાછળ રૂ. ૬ કરોડનો ખર્ચ કરવામા આવશે. સ્કૂલોના એસ્ટાબ્લીશમેન્ટ પગાર ખર્ચ, વિદ્યાર્થી વિકાસ ખર્ચ શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ શાળા તથા ઓફિસને લગતી પ્રવૃત્તિ પાછળ થનાર ખર્ચમા વધારો થયો છે.

વર્ષ ૨૦૨૨-૨૩ના રજૂ કરેલા અંદાજપત્રમાં સરખેજ અને નવા વણઝરમાં પબ્લિક સ્કૂલ, ગોતા દેવનગર પબ્લિક સ્કૂલ, મણિનગર પબ્લિક સ્કૂલ, અસારવા પબ્લિક સ્કૂલ, ઘાટલોડિયા પ્રાથમિક શાળા નંબર ૨, મોટેરા પબ્લિક સ્કૂલ અને જાેધપુર પબ્લિક સ્કૂલ એમ કુલ ૮ સ્કૂલો અંગ્રેજી માધ્યમની શરૂ કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલબોર્ડનું વર્ષ ૨૦૨૨-૨૩ના શાસનાધિકારી એલ. ડી. દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા રૂ. ૮૮૭ કરોડના ડ્રાફટ અંદાજપત્રમાં આજે સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા અને બોર્ડના સભ્યોએ સર્વાનુમતે રૂ. ૬ કરોડનો વધારો સૂચવી રૂ. ૮૯૩ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડે ર્નિણય કર્યો છે કે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના બાળકો આગામી દિવસોમાં ઓનલાઈન ભણી શકે તેના માટે શહેરમાં સર્વે કરી જે બાળકો પાસે સ્માર્ટફોન ન હોય અને ઓનલાઈન શિક્ષણ માટેની વ્યવસ્થા ન હોય તેને સ્માર્ટ ફોન મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અને કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે. ધો. ૬થી ૮ના ૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોન આપવામાં આવશે. મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા ૮ અંગ્રેજી માધ્યમ અને ૨૩ નવી શાળાઓ શરૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here