ઈરફાન ખાનના દીકરાને એક યુઝરે ધર્મ વિષે સવાલ પૂછ્યો- ‘ભાઈ તુ મુસ્લિમ છે?’

0


‘હું કોઈ ધર્મ સાથે સંબંધ નથી ધરાવતો’ : બાબિલ
મુંબઈ,
બોલિવૂડના સર્વશ્રેષ્ઠ કલાકારોની વાત કરવામાં આવે ત્યારે સ્વર્ગસ્થ ઈરફાન ખાનનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. ઈરફાન ખાનનો દીકરો બાબિલ પણ ટુંક સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. બાબિલ સો.મીડિયા પર ઘણો એક્ટિવ છે અને ઘણીવાર પિતા સાથેની યાદોને પણ શેર કરતો હોય છે. જ્યારે બાબિલે એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો છે સો.મીડિયા પર તેની ફેન ફોલોવિંગ પણ ઘણી વધી ગઈ છે. આ દરમિયાન એક યુઝરે બાબિલને તેના ધર્મ વિષે સવાલ પૂછ્યો છે જેનો બાબિલે અદ્દભુત જવાબ આપ્યો છે.

તાજેતરમા જ બાબિલે સો.મીડિયા પર પોતાના કમેન્ટ સેક્શનનો એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. આમાં એક યુઝરે બાબિલની પોસ્ટ પર કમેન્ટ કરી છે કે, “ભાઈ શું તુ મુસ્લિમ છે?” આના જવાબમાં બાબિલે લખ્યું, હું કોઈ ધર્મ સાથે સંબંધ નથી ધરાવતો, હું બાબિલ છું. આ સ્ક્રીનશોટ શેર કરીને બાબિલે લખ્યું, મેં બાઈબલ, ભગવદ્દ ગીતા, કુર્‌આન વાંચ્યા છે અને અત્યારે હું ગુરુ ગ્રંથ સાહિબ વાંચી રહ્યો છું. હું તમામ ધર્મોને માનુ છું. આ જ પ્રકારે આપણે તમામ ધર્મોના આધારે એકબીજાના વિકાસમાં મદદ કરી શકીએ છીએ.

ઈરફાન પણ પોતાને નાસ્તિક માનતા હતા અને એક સમય પછી તેમણે પોતાના નામ આગળથી અટક પણ કાઢી નાખી હતી. ઈરફાનના અવસાન પછી બાબિલ એક્ટિંગ અને સિનેમાના અભ્યાસ માટે લંડન ગયા હતા પરંતુ બોલિવૂડમાં કરિયર બનાવવા માટે તેણે આ કોર્સ અડધો મુકી દીધો અને હવે શૂટિંગ કરે છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો બાબિલ ટુંક સમયમાં અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘કાલા’માં દેખાશે, જેમાં તેની સાથે તૃપ્તિ ડિમરી હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here