રાયપુર,તા.૨૨
ઈન્ડિયા લેજેન્ડ્‌સએ રોડ સેફટી વર્લ્ડ સિરીઝનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ટીમે ફાઇનલમાં શ્રીલંકા લેજેન્ડ્‌સને ૧૪ રને હરાવી હતી. યુસુફ પઠાણે શાનદાર અડધી સદી ફટકાર્યા બાદ બે વિકેટ પણ ઝડપી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આખી ટૂર્નામેન્ટમાં ઈન્ડિયા લેજેન્ડ્‌સની માત્ર એક જ મેચ હારી હતી.
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની ફાઈનલમાં ઈન્ડિયા લિજેન્ડ્‌સે શ્રીલંકાને હરાવ્યું હતુ. પ્રથમ ઈનિંગમાં ભારતે ૪ વિકેટે ૧૮૧ રન બનાવ્યા હતા. તેના જવાબમાં શ્રીલંકાની ટીમ ૭ વિકેટે માત્ર ૧૬૭ રન જ બનાવી શકી હતી.શ્રીલંકા તરફથી સનથ જયસૂર્યાએ ૩૫ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૪૩ રન બનાવ્યા હતા. તેમના સિવાય કેપ્ટન તિલકરત્ને દિલશને ૨૧, ચમારા સિલ્વાએ ૨, ઉપુલ થરંગાએ ૧૩, ચિંતકા જયસિંઘે ૪૦ અને કૌશલ્યા વીરારત્નેએ ૩૮ રન બનાવ્યા હતા.
ઇન્ડિયા લેજેન્ડ્‌સ તરફથી યુસુફ પઠાણે બેટિંગમાં અણનમ ૬૨ રન બનાવ્યા હતા અને બોલિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. યુસુફે ચાર ઓવરમાં ૨૬ રન આપીને બે વિકેટ લીધી હતી અને ઇરફાન પઠાણે ચાર ઓવરમાં ૨૯ રન આપીને બે વિકેટ લીધી હતી. આ સાથે જ મનપ્રીતસિંહ ગોની અને મુનાફ પટેલે પણ એક-એક વિકેટ ઝડપી હતી. બીજી તરફ યુવરાજે ૪૧ બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૬૦ રન બનાવ્યા હતા. યુસુફે ૩૬ દડામાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી નોટ આઉટ ૬૦ રન ફટકાર્યા હતા અને આ ટૂર્નામેન્ટમાં પ્રથમ અર્ધસદી ફટકારી હતી. ઇરફાન પઠાણે ત્રણ બોલમાં એક છગ્ગાની મદદથી અણનમ ૮ રન બનાવ્યા. શ્રીલંકાની ટીમ વતી રંગના હેરાથ, સનથ જયસૂર્યા અને ફરવીઝ મહરૂફ અને કૌશલ્યા વીરત્નેએ એક-એક વિકેટ લીધી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here