જમાલપુર દરવાજાથી નીકળતા જુલુસના સમગ્ર રૂટ ઉપર રોડ-રસ્તા રીશરફેસ કરવા તેમજ લાઈટના થાંબલા બંધ છે તે સ્થળે નવા બલ્બ નાખવાનું કામ તાત્કાલિક ધોરણે કરાવી આપવા નમ્ર ભલામણ : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ

અમદાવાદ,તા.૨૮

ઈદેમિલાદુન્નબીના જુલુસને લઈને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદ મ્યુ.કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરી હતી કે, શહેરમાં આગામી તારીખ 9/10/2022 રવિવારના રોજ ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર મોહમ્મદ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ના જન્મદિવસ નિમતે જમાલપુર દરવાજાથી નીકળતા જુલુસના સમગ્ર રૂટ ઉપર રોડ રસ્તા રીશરફેસ કરવા તેમજ લાઈટના થાંબલા બંધ છે તે સ્થળે નવા બલ્બ નાખવાનું કામ તાત્કાલિક ધોરણે કરાવવા મારી આપ શ્રીને નમ્ર અરજ અને ભલામણ છે.

(૧) જમાલપુરથી મિરઝાપુર સુધી સમગ્ર વિસ્તારના જુલુસના રૂટ પર રોડ-રસ્તા બરાબર કરી લાઈટના થામ્બલાનું ચેકિંગ કરી બંધ લાઈટો ચાલુ કરાવવી.

(૨) ઈદેમિલાદુન્નબી જુલુસના રૂટ ઉપર કાલુપુર વોર્ડમાં પટવાશેરીના વિવિધ સ્થળે મિલીંગ પધ્ધતિથી રોડ-રસ્તા કરી લાઈટના થાંબલાનું ચેકિંગ કરી બંધ લાઈટો ચાલુ કરાવવી.

(૩) ઈદેમિલાદુન્નબી જુલુસના રૂટ ઉપર દરિયાપુર અને કાલુપુર વોર્ડમાં પોપટિયાવડથી બલુચાવાડ થઇ કાલુપુર ટાવરથી મુલ્લા હારુન પોળથી માઢના મહોલ્લા સુધી સમગ્ર સ્થળે મિલીંગ પધ્ધતિથી રોડ-રસ્તા કરી લાઈટના થાંબલાનું ચેકિંગ કરી બંધ લાઈટો ચાલુ કરાવવી.

(૪) ઈદેમિલાદુન્નબી જુલુસના સમગ્ર રૂટ ઉપર રોડ-રસ્તા સાફ સફાઈ કરાવી દવાનો છંટકાવ કરાવવો.

ઉપરોક્ત તમામ કામ તાકીદે કરાવી આપવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નમ્ર ભલામણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here