ઇન્ડસ યુનિવર્સિટી ખાતે સાઇબર સેફટી અવેરનેસનો કાર્યક્રમ યોજાયો

0

અમદાવાદ,

“કોરોનાના સમય દરમિયાન સૌથી વધુ સાઇબર ક્રાઇમના કેસ નોંધાયા જેમાં નાણાકીય ફ્રોડ અને જાતીય સતામણીના કિસ્સાઓ સૌથી વધારે હતા” : એક્સપર્ટ

શહેરની ઇન્ડસ યુનિવર્સિટી ખાતે, અમદાવાદ ગ્લોબલ શેપર્સ, અમેરિકન કોર્નર અને ઇન્ડસ યુનિવર્સિટી વુમન ડેવલપમેન્ટ સેલના સંયુક્ત ઉપક્રમે 100થી વધુ વિધાર્થીઓ માટે “સાઇબર સેફટી – થિન્ક બીફોર યુ એક્ટ” નામનો સાઇબર સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓને ડિજિટલ કાળમાં થતા સાઇબર ક્રાઇમ અંગે જાગૃત કરવાનો હતો અને એની સામે કેવી રીતના એ લોકો લડત આપી શકે અને બચી શકે તેની જાગૃતતા ફેલાવાનો હતો.

આ કાર્યક્રમમાં એક્સપર્ટ દ્વારા સાયબર બુલિંગ, સેક્સુઅલ હેરેસમેન્ટ, ઓનલાઇન ફ્રોડ, ડિફેમેશન, પોર્નોગ્રાફી જેવા અનેક વિષયો ઉપર માહિતી આપી હતી તથા કેવી રીતના તેની સામે પગલાં લેવા તેની પણ સમજ આપી હતી. એક્સપર્ટએ કહ્યું કે “ટેક્નોલોજીએ બધું જ સરળ બનાવી દીધું છે, કૌભાંડકારો માટે પણ. પરંતુ છેતરપિંડી કરનારાઓની સફળતા પાછળ સામાન્ય લોકોની કેટલીક ભાવનાત્મક નબળાઈઓ અને વર્તનની મર્યાદાઓ છે જે તેમને સરળ શિકાર બનાવે છે.” આ કાર્યક્રમમાં એ પણ સમજાવામાં આવ્યું કે “છેતરપિંડી કોલ્સ, જંક મેલ્સ, છેતરપિંડી SMS વગેરે પ્રત્યે તમારા વર્તન પ્રતિભાવમાં ફેરફાર કરો. જેમ આપણને અજાણ્યાઓ માટે દરવાજો ન ખોલવા માટે તાલીમ આપવામાં આવે છે, તેવી જ રીતે અજાણ્યાઓ માટે ઓનલાઈન દરવાજો ન ખોલવા, અજાણ્યા નંબરો, ઈમેલ વગેરેની લિંક્સ પર ક્લિક ના કરવા માટે પોતાને તાલીમ આપવી મહત્વપૂર્ણ છે. કોઈપણ ઈમરજન્સી ફ્રોડ કોલ દેખીને ગભરાવાને બદલે, ક્રોસચેક કરવું સારું છે અને તમારા પૈસાને બમણા કરવાનું વચન આપતી ડીલ અથવા ઑફર્સનો શિકાર ન થાઓ વગેરે પર વધારે ભાર મુકવામાં આવ્યું.”

આ કાર્યક્રમનું નિષ્કર્ષ એજ હતું કે સાયબર છેતરપિંડી ડિજિટલ ક્રાંતિનું નુકસાન છે અને એની સામે કેવી રીતના લડવું જોઈએ. કારણ કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું નુકસાન એ સાયબર છેતરપિંડીઓમાં વધારો છે. સાયબર અને ડિજિટલ છેતરપિંડીઓના કારણે ઘણા ભોળા લોકો મહેનતથી કમાયેલા પૈસા ગુમાવી રહ્યા છે. ઘણા સંગઠિત ગેંગ અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે જે આકર્ષક ઓફરના નામે લોકોને છેતરે છે. લોભ અને ઓનલાઈન નાણાકીય વ્યવહારો અંગે જાગૃતિના અભાવે આવા ઘણા ગુનાઓ થાય છે. બેંકો અને સાયબર પોલીસે લોકોને ઓનલાઈન પગલાં લેવા માટે જરૂરી સાવચેતીઓ વિશે શિક્ષિત કરવાનું ચાલુ રાખવું પડશે. શિક્ષિત લોકો માટે પણ નાણાકીય શિક્ષણ જરૂરી છે કારણ કે સરકારી અધિકારીઓ, શિક્ષકો, ન્યાયિક અધિકારીઓ પણ સાયબર ગુનાનો શિકાર બન્યા હોવાના ઘણા કિસ્સાઓ આપણી પાસે છે. જો આ ગુનાઓ બનતા રહેશે તો લોકોનો ડિજિટલ સ્પેસ પરથી વિશ્વાસ ઉઠી જશે. એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ પણ તેમની તકેદારી વધારવાની જરૂર છે અને કોઈ પણ સમયે સાઇબર ક્રાઇમ થાય તેને છુપાવું ના જોઈએ અને તરત જ પોલીસ ફરિયાદ કરવી જોઈએ.

આ કાર્યક્રમમાં અમદાવાદ ગ્લોબલ શેપર્સના વાઇસ ક્યુરેટોર કૃણાલ શાહ, અમેરિકન કોર્નરના તેજલ વસાવડા, ઇન્ડસ યુનિવર્સિટીના વુમન ડેવલપમેન્ટ સેલના તમામ સભ્યો અને એક્સપર્ટ વિરલ પરમાર અને લીઝા વંજાની હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here