આ વર્ષે કંગના અને આર્યન નામના ગધેડાની જાેડી ૩૪ હજારમાં વેચાઈ

0

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ગધેડાઓનો મેળો આયોજીત કરવામાં આવે છે.

ઉજ્જૈન , તા.૨૨

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે બડનગર રોડ પર સેંકડોની સંખ્યામાં ગધેડાઓ લાવી તેમની લે-વેચનો મેળો આયોજીત કરવામાં આવે છે. આ મેળામાં કેટલાક ગધેડાઓની લે-વેચ પણ કરવામાં આવે છે. દાયકાઓથી આ મેળો ગધેડાઓના કારણે જ પ્રસિદ્ધ છે. કંગના અને આર્યન નામના ગધેડાઓની જાેડી આ વર્ષે સૌના ધ્યાનનુ કેન્દ્ર રહી હતી અને એક વેપારીએ તેને ૩૪ હજારમાં ખરીદ્યા હતા. તો બીજી તરફ એક ગધેડાનુ નામ વેક્સિન રાખવામાં આવ્યુ હતુ. ઘણા લોકો કોવિડ વેક્સિનથી ડરી વેક્સિન ન લઈ રહ્યા હોવાના કારણે અને લોકોને વેક્સિન લેવા જાગૃત કરવા માટે આ ગધેડાનુ નામ વેક્સિન રાખવામાં આવ્યુ હતુ.

મેળાના સંચાલક અધિકારી હરિઓમ પ્રજાપતિનુ કહેવુ છે કે ટ્રેન્ડમાં રહેતા સમાચારો અને વ્યક્તિઓના આધારે ગધેડાઓના નામ રાખવામાં આવે છે જેથી જલદીથી તેમની ઓળખ થઈ શકે અને તેમનો સોદો પણ કરી શકાય તેમજ ખરીદવા આવનારા લોકોનુ ધ્યાન પણ જલદીથી ખેંચાય છે. ગત વર્ષે કોરોનાના કારણે મેળાનુ આયોજન થઈ શક્યુ નહોતુ પરંતુ આ વર્ષે કેસ ઓછા હોવાથી આયોજન કરવામાં આવ્યુ છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ગધેડાઓનો મેળો પ્રસિદ્ધ છે. જેમાં આ વર્ષે યોજાયેલા મેળામાં કંગના અને આર્યન નામના ગધેડાની જાેડી ચર્ચાનુ કેન્દ્ર રહી હતી અને આ જાેડી ૩૪ હજારમાં વેચાઈ હતી. બંને ગધેડાઓનો ઉપયોગ ઈંટોની હેરફેર માટે થશે. આ ઉપરાંત વેક્સિન નામનો એક ગધેડો ૧૪ હજારમાં વેંચાયો હતો. આ મેળામાં વિચિત્ર નામના અને વિવિધ નસલના ગધેડાઓની લે-વેચ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here