આવતી કાલે “ઈદ” અને “પરશુરામ જયંતી” નિમિત્તે અમદાવાદ પોલીસ એલર્ટ

0

ઉશ્કેરણીજનક પોસ્ટરો લગાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવતી કાલે ઈદ અને પરશુરામ જયંતી

અમદાવાદ,

આવતી કાલે ઈદ છે ત્યારે ઈદની ઉજવણીને ધ્યાનમાં રાખી તેમજ પરશુરામ જયંતિને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસ એલર્ટ બની છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ દ્વારા બંદોબસ્ત સહીતની સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે.

આવતી કાલે ઈદમાં કોઈ સરઘસ નહીં નિકળે માત્ર લોકો એક બીજાને મળીને ઈદની ઉજવણી કરશે. પરશુરામ જયંતી પણ આવતી કાલે છે ત્યારે તેમાં શોભાયાત્રા નિકળશે જેને લઈને પોલીસે બંદોબસ્ત સહીતની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત ઉશ્કેરણીજનક પોસ્ટરો લગાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવતી કાલે ઈદ અને પરશુરામ જયંતી છે ત્યારે સમગ્ર જગ્યાએ બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેથી કોઈ અગાઉ જે રામનવમીમાં શોભા યાત્રામાં બનાવો બન્યા હતા આવા બનાવો ન બને તેને લઈને અત્યારથી પોલીસ એક્શનમાં આવી ગઈ છે.

અગાઉ ગત મહિને રામનવમીમાં ખાસ કરીને હિંમતનગર અને ખંભાતમાં આ પ્રકારના બનાવો બન્યા હતા જેને લઈને ખંભાતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયુ હતું ત્યાર બાદ વડોદરા સહીતના શહેરોમાં પણ છમકલા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here