આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ તાલિબાની જેવા : જાવેદ અખ્તર

0

નવી દિલ્હી,
ભાજપના એક ધારાસભ્ય અતુલ ભાતખલકરે જાવેદ અખ્તરને કહ્યુ છે કે, આ જ પ્રકારનુ નિવેદન તેઓ હિંમત હોય તો અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે આપીને બતાવે. તેઓ આ નિવેદન પાછુ નહીં લે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જાવેદ અખ્તરે કહ્યુ હતુ કે, દુનિયાના તમામ જમણેરી લોકો એક જ પ્રકારનો મિજાજ ધરાવતા હોય છે. ભારતમાં લઘુમતીઓનુ મોબ લિન્ચિંગ એ તાલિબાની શાસન પહેલાનુ રિહર્સલ છે. મને લાગે છે કે, જે લોકો આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ જેવા સંગઠનોનુ સમર્થન કરે છે તેમણે આત્મ નિરિક્ષણ કરવાની જરૂર છે.: તાલિબાન મધ્યકાલીન માનસિકતા ધરાવે છે તેમાં કોઈ શંકા નથી, તેઓ જંગલી છે પણ તમે જેમનુ સમર્થન કરો છો તેમનામાં અને તાલિબાનમાં ફરક નથી. તમે પણ તાલિબાનના રસ્તા પર આગળ વધી રહ્યા છો.

જાવેદ અખ્તરે કહ્યુ હતુ કે, ભારતમાં મુસ્લિમોનો બહુ નાનો વર્ગ તાલિબાનનુ સમર્થન કરે છે અને તેમના નિવેદનોથી બીજા મુસ્લિમોને કોઈ જાતનો સબંધ નથી. તાલિબાનો અને આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ જેવા સંગઠનોને હવે તાલિબાન બનવાનુ બાકી છે. તેઓ એન્ટી રોમિયો બ્રિગેડ બનાવે છે અને મહિલાઓના હાથમાં મોબાઈલ હોવાનો વિરોધ કરે છે. દુનિયામાં જમણેરી લોકો કોઈ પણ ધર્મના હોય પણ તેમની માનસિકતા એક સરખી છે. આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ જેવા સંગઠનો હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. તેઓ ઈચ્છતા નથી કે, યુવક કે યુવતી પાર્કમાં સાથે જાય. આ લોકો તાલિબાન જેટલા શક્તિશાળી નથી થયા પણ તેમનો ઈરાદો તાલિબાન જેવો જ છે.

મશહૂર શાયર અને ગીતકાર જાવેદ અખ્તરે આરએસએસ અને બજરંગદળની સરખામણી તાલિબાન સાથે કરીને વિવાદ છેડયો છે. તેમણે એક અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, આરએસએસ, બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનો પણ તાલિબાન જેવા જ છે. તેમના રસ્તામાં ભારતનુ બંધારણ આડે આવ્યુ છે. જાે તેમને મોકો મળે તો તેઓ પણ તમામ મર્યાદાઓ તોડી નાંખી શકે છે. જાેકે જાવેદ અખ્તરનુ નિવેદન હવે ઉહાપોહનુ કારણ બની રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here