ગરબાડા તાલુકા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ પ્રતાપભાઈ રાઠોડે ઉપસ્થિત રહીને તાલુકાના વિવિધ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનો ડિજિટલ રથ ગામોમાં ફેરવ્યો

ગરબાડા,

આમ આદમી પાર્ટી (AAP) ગરબાડા તાલુકા દ્વારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ડિજિટલ રથના માધ્યમથી પ્રચાર કરવામાં આવ્યો હતો. ગરબાડા તાલુકા આમ આદમી પાર્ટી તાલુકાના વિવિધ વિસ્તારોમાં એટલે કે જેસાવાડા, અભલોડ, નેલસુર, માતવા ગરબાડા, ગાંગરડી, ભીલવા સહિત અન્ય વિસ્તારોમાં આમ આદમી સરકારે કરેલા દિલ્હીમાં તેમજ પંજાબમાં કરેલા કામોને ડિજિટલ રથના માધ્યમથી ગરબાડા વિધાનસભા વિસ્તારમાં લોકોને નિહાળવા માટે પ્રચાર કરવામાં આવ્યો હતો. જેમાં ગરબાડા તાલુકા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ પ્રતાપભાઈ રાઠોડે ઉપસ્થિત રહીને તાલુકાના વિવિધ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનો ડિજિટલ રથ ગામોમાં ફેરવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here