મુંબઈ,તા.૨૦
આમિર ખાન અને રાજકુમાર હિરાનીની જાેડીની બીજી ફિલ્મ પીકે ૨૦૧૪માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મમાં અંતમાં આમિર પૃથ્વી પર ફરે છે અને તેમની સાથે રણબીર કપૂર સાથી તરીકે નજરે પડે છે. આ એક સીન દ્વારા પ્રશંસકોને ઉત્સાહિત કરી દીધી હતા. કે આ ફિલ્મનો બીજાે ભાગ પણ આવશે. ચાહકો બીજા ભાગમાં બંને સ્ટારને એક સાથે જાેવા માંગે છે. જાે કે હવે આ વાતને લઈને નિર્માતા વિધુ ચોપરાએ એક મોટી વાત કહી દીધી છે.
આ ફિલ્મની સિક્વલની ચાહકો ઘણા સમયથી રાહ જાેઈ રહ્યા છે. હવે ચાહકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. કારણ કે હાલમાં જ ફિલ્મ નિર્માતાએ આ ફિલ્મને લઈને એક મહત્વની વાત કરી દીધી છે. ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ જણાવ્યું હતું કે, અમે હવે બીજાે ભાગ બનાવવા જઈ રહ્યા છીએ. અમે ફિલ્મના અંતમાં રણબીર કપૂરના આમિર ખાનના સાથી તરીકે પૃથ્વી પર ઉતારવામાં આવ્યો છે. આગળ પણ આ સ્ટોરી વધે છે તેના માટે આ સિન કરવામાં બતાવવામાં આવ્યો હતો. પરંતુ લેખક અભિનેતા અભિજીત જાેષીએ હજુ સુધી તેને લખી નથી. જે દિવસે તે આ સ્ટોરી લખશે અમે ત્યારે જ ફિલ્મ બનાવી લઈશું.
વિધુ વિનોદ ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે પૈસા બનાવવાના વ્યવહારમાં નથી અમે ફિલ્મ બનાવવાના બિઝનેસમાં છીએ. જાે પૈસા બનાવવાનું અમારૂ લક્ષ્ય હોત તો અત્યાર સુધી અમે મુન્નાભાઈ..ની ૬થી ૭ સિક્વલ બનાવી દીધી હોત. અને સાથે સાથે પીકેના ૨-૩ ભાગ દ્વારા કરોડો રૂપિયા શાંતિથી કમાઈ લીધા હોત. રાજકુમાર હિરાનીએ રણબીરને નિર્દેશિત કર્યો હતો જે ૨૦૧૮માં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ ઉપર પણ એક બ્લોકબસ્ટર રહી હતી. વર્ષ ૨૦૧૮માં જ્યારે રાજકુમારને પીકેની સિક્વલ વિશે પૂછવામાં આવ્યું તેણે જણાવ્યું કે, સ્ક્રિપ્ટના અંતમાં કોઈ જ ખુશ હતું નહીં કે આમિર ખાનનું પાત્ર ગ્રહને છોડીને ચાલ્યુ જાય. એટલા માટે અમે પીકેને વધુ એક ગ્રહ સાથે પૃથ્વી ઉપર પરત ફરવાનો ર્નિણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here