આમિર ખાનની ત્રીજી પત્ની અને કોરોનાની ત્રીજી લહેર બંને સાથે આવશે : યુઝર

0

આમિરના ડિવોર્સની જાહેરાત બાદ ફાતિમા સના શેખ સો.મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી

મુંબઈ,
આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે તેમના ૧૫ વર્ષના લગ્ન સમાપ્ત કર્યા પછી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું, છે. ત્યારબાદ ‘દંગલ’ ફેમ અભિનેત્રી ફાતિમા સના શેખ સો.મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી છે. લોકોએ તેનું નામ આમિર ખાન સાથે જાેડવાનું શરૂ કર્યું. લોકોએ ફાતિમા સના શેખને આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડાનું કારણ પણ ગણાવી છે. તો વળી ઘણા લોકોને આશ્ચર્ય પણ થાય છે કે ફાતિમા શા માટે ટિ્‌વટર પર ટ્રેન્ડ કરી રહી છે.

ફાતિમા સના શેખ અને આમિર ખાનને અભિનંદન આપતી વખતે એક સો.મીડિયા યુઝરે કહ્યું, “તેમના સંબંધો વધારે સમય ટકી રહેશે”. બીજા એક યુઝરે શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈસ’નું પોસ્ટર શેર કરીને લખ્યું, “આમિર હમણાં જ ફાતિમાને કહેતો હશે – ‘હું આવું છું.”

એક યુઝરે લખ્યું, “આમિર ખાનની ત્રીજી પત્ની અને કોરોના વાયરસની ત્રીજી લહેર બંને સાથે આવશે.” બીજા એક યુઝરે પૂછ્યું, “દર ૧૫ વર્ષે પત્ની બદલવાનો રિવાજ છે કે શું?” કેટલાકે કહ્યું, “ફાતિમા બોલિવૂડ એક્ટર આમિર ખાનની પુત્રીની ઉંમરની છે.” જાે કે આ અંગે આમિર ખાન કે ફાતિમા સના શેખ તરફથી કોઈ સત્તાવાર નિવેદન હજુ સુધી સામે નથી આવ્યું. તો કેટલાક યુઝરોએ લખ્યું, “હવે ફાતિમા સના શેખ આમિર ખાનનો નવો ટાર્ગેટ છે.”

ફાતિમા સના શેખે આમિર ખાન સાથે ‘દંગલ (૨૦૧૬)’ જ નહીં પણ ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’માં પણ સાથે કામ કર્યું હતું. જ્યારે પ્રથમ ફિલ્મ બ્લોકબસ્ટર હતી, જ્યારે બીજી ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here