સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજદ્રોહ કાયદા પર પુનર્વિચાર સુધી તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. વધુમાં કોર્ટે કહ્યું કે, કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર 124 A હેઠળ કોઈ એફઆઈઆર નોંધવામાં આવશે નહીં.

ન્યુ દિલ્હી,તા.11

સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ કાયદા (Rajdroh Kanoon) પર પૂનર્વિચાર સુધી તેના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને કહ્યું કે, પુનર્વિચાર સુધી રાજદ્રોહ કાયદો એટલે 124 A હેઠળ કોઈ નવો કેસ નોંધવામાં આવશે નહીં.

હવે આ મામલાની સુનવણી 3 જુલાઈના થશે. 

રાજદ્રોહ કાયદાના સંવૈધાનિક વૈધતાને પડકાર આપવાના મામલે બુધવારે એટલે કે આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઈ. આ દરમ્યાન કેન્દ્ર સરકારનો પક્ષ રાખતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે, અમે રાજ્ય સરકારને જાહેર કરવામાં આવતા નિર્દેશનો મુસદો તૈયાર કર્યો છે. તે અનુસાર, રાજ્ય સરકારને સ્પષ્ટ નિર્દેશ હશે કે જીલ્લા પોલીસ કપ્તાની વગર એટલે કે એસપી અથવા તેનાથી ઉચ્ચ સ્તરના અધિકારીની મંજૂરીની રાજદ્રોહની કલમમાં એકઆઈઆર નોંધવામાં નહીં આવે. આ દલીલની સાથે સોલિસિટર જનરલે કોર્ટને કહ્યું કે, હાલ આ કાયદા પર રોક લગાવવામાં આવી છે. સોલિસિટર જનરલે કોર્ટને એમ પણ કહ્યું કે, પોલિસ અધિકારી રાજદ્રોહના પ્રાવધાન હેઠળ એફઆઈઆર નોંધવાના સમર્થનમાં પર્યાપ્ત કારણ પણ જણાવશે. તેઓએ કહ્યું કે, કાયદા પર પૂનર્વિચાર સુધી વૈકલ્પિક ઉપાય સંભવ છે. 

જ્યારે અરજીકર્તાઓ તરફથી દલીલ રાખતા વકીલ કપીલ સિબ્બલે કોર્ટ પાસેથી માંગ કરી કે, રાજદ્રોહ કાયદા પર તત્કાલ રોક લગાવવી જરૂરી  છે. 

આ પહેલા મંગળવારના સુનવણી દરમ્યાન અરજીકર્તાઓએ કોર્ટને કહ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટ કાયદાની વૈધતાના મામલાને આગળ વિચાર માટે મોટી બેંચને મોકલે તો કોર્ટ આ દરમ્યાન કાયદાના અમલ પર રોક લગાવી દે. જણાવી દઈએ કે, હાલ ત્રણ જજોની બેંચ રાજદ્રોહ કાયદાની વૈધતા પર સુનવણી કરી રહી છે. આ દરમ્યાન બેંચમાં ચીફ જસ્ટીસ એન.વી. રમણા, જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટીસ હિમા કોહલી સામેલ છે. 

ત્યાં, આ મામલામાં કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ નોંધાવી કહ્યું કે, સરકારે રાજદ્રોહ કાયદા પર પુનર્વિચાર અને તેની પુન: તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે, તેઓ રાજદ્રોહ કાયદાની કલમ 124 Aની વૈધતા પર ફરી વિચાર કરશે. જેથી તેની વૈધતાની સમીક્ષા કરે ત્યાં સુધી આ મામલા પર સુનવણી ન કરે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here