આજ સુધી કોઈએ પણ ના કરી હોય તેવી જાહેરાત આ પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સભ્યએ કરી

0

હરભજન સિંહે કહ્યું કે હું રાજ્ય સભાના સાંસદ તરીકે દેશના ખેડૂતોની દીકરીઓના શિક્ષણ અને કલ્યાણ માટે મારા રાજ્યસભા નો પગાર આપીશ તેમ હરભજનસિંહ ટ્વિટ કરીને જણાવ્યું છે.

પંજાબની અંદર આમ આદમી પાર્ટી બની ત્યારે હરભજન સિંહ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને રાજ્યસભાના સાંસદ હરભજનસિંહ બન્યા છે, ત્યારે હરભજનસિંહએ ટ્વીટ કરીને મોટી જાણકારી આપી છે.    

હરભજન સિંહે કહ્યું કે હું રાજ્ય સભાના સાંસદ તરીકે દેશના ખેડૂતોની દીકરીઓના શિક્ષણ અને કલ્યાણ માટે મારા રાજ્યસભાનો પગાર આપીશ તેમ હરભજનસિંહ ટ્વિટ કરીને જણાવ્યું છે.    

આમ આદમી પાર્ટી અને તેમાં પણ હરભજન સિંહ આ વાતને લઈને ખુબ જ ચર્ચામાં છે ત્યારે હરભજન સિંહના આ નિર્ણયને લઈને લોકોએ સરાહના પણ કરી છે. ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર અને ફિરકીના જાદુગર ગણાતા હરભજનસિંહ હવે રાજકારણની અંદર ઝંપલાવ્યું છે, ત્યારે તેમાં પણ તેમને આ યોગ્ય અને સારો નિર્ણય બીજા માટે પ્રેરણાદાયી લીધો છે.    

હરભજનસિંહએ વધુમાં જણાવ્યું હતું કે, હું રાષ્ટ્રીય સુધારણા અને યોગદાન આપવા માટે જોડાયો છું. મારાથી જે પણ થઈ શકે છે તે હું કરીશ તેમ કહી હરભજન સિંહ કહ્યું હતું, અગાઉ જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીએ 92 સીટો પર ભવ્ય વિજય હાંસલ કર્યો ત્યારે હરભજન સિંહ રાજ્ય સભાના સાંસદ તરીકે ચૂંટવામાં આવે છે જેમાં ચાર ઉમેદવારોને નોમિનેટ કરાયા હતા જેમાં હરભજન સિંહ પણ એક છે. બીજી બાજુ ભગવંત માન કે જેમને એક મહિનાની અંદર વીજળીનું 300 યુનિટ બિલ ફ્રી કરવાનું વચન આપ્યું એ વચન પણ તેમણે પાળ્યું છે અને ગઈકાલે તેમને પણ ટ્વિટ કરી જાણકારી આપી હતી કે જૂન મહિનાથી 300 યુનિટ વીજળી પંજાબની અંદર ફ્રી થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here