આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે છે ત્યારે લોકશાહી, જ્યુડીસરી સહીતના ચાર પાયા છે જેમાં પત્રકારત્વ કે જે એક ચોથો પાયો માનવામાં આવે છે.

નવી દિલ્હી, તા. 03 મે 

વિશ્વભરમાં દર વર્ષે 3જી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે છે ત્યારે લોકશાહી, જ્યુડીસરી સહીતના ચાર પાયા છે જેમાં પત્રકારત્વ કે જે એક ચોથો પાયો માનવમાં આવે છે. પ્રેસની આઝાદી છીનવાતી જતી હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે, પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત વર્ષે 47 જેટલા પત્રકારોની હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ આંકડો જેવી રીતે ચોંકાવનારો છે તેવી જ રીતે પત્રકારોને જેલ હવાલે કરવાનો આંકડો પણ ચોંકવનારો છે કેમ કે, 350થી વધુ પત્રકારોને જેલમાં મોકલવામાં આવ્યા છે. 

આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ છે ત્યારે આ વર્ષની થીમ જર્નાલિઝમ અંડર ડિજિટલ સીઝ એટલે કે, ડિજિટલ દેખરેખમાં પત્રકારત્વ, આ થીમને ધ્યાનમાં રાખીને વાત કરવા જઈએ તો વિશ્વમાં 80 ટકા પ્રેસની આઝાદી છીનવાઈ છે. એટલે કે, 20 ટકા જ દેશો એવા છે કે જ્યાં દેશોમાં આઝાદી પર અંકુશ લગાવવામાં નથી આવ્યો.

મેક્સિમોમાં પત્રકારો માટે સૌથી વધુ કાબુ બહારની સ્થિતિ છે કેમ કે, ત્યાં રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સના જણાવ્યા અનુસાર 5 વર્ષમાં 47 જેટલા પત્રકારોની હત્યા કરવામાં આવી છે. ચીનમાં સૌથી વધુ પત્રકારોને જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે. આ જ પ્રકારની સ્થિતિ રહી તો પ્રેસની આઝાદી છે તેના કરતા પણ વધુ ઘટી શકે છે.

આ દિવસ કેમ મનાવવામાં આવે છે? 

આ દિવસ મનાવવા પાછળનો હેતુ પ્રેસની સ્વતંત્રતાના મહત્ત્વ પ્રતિ જાગરૂકતા ફેલાવવાનો છે. આ સાથે જ આ દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવી રાખવા અને તેના સન્માન કરવાની પ્રતિબદ્ધતાની વાત કરે છે. 

પ્રેસની આઝાદીનું મહત્ત્વ ધરાવતો આ દિવસ જણાવે છે કે લોકશાહીના મૂલ્યોની સુરક્ષા અને પુનર્સ્થાપિત કરવામાં મીડિયા મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. તેથી સરકાર એ પણ પત્રકારની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ. 

આ દિવસ કેવી રીતે મનાવવામાં આવે છે ?

યૂનેસ્કો દ્વારા વર્ષ 1997થી દર વર્ષે 3જી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર ગિલેરમો કાનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ આપવામાં આવે છે. આ પુરસ્કાર તે વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવે છે, જેમણે પ્રેસની સ્વતંત્રતા માટે ઉલ્લેખનીય કાર્યો કર્યા હોય અને આ સાથે જ સ્કૂલ, કૉલેજ, સરકારી સંસ્થાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રેસની આઝાદી પર દિબેટ, નિબંધ લેખન સ્પર્ધા અને ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. લોકોમાં અભિવ્યક્તિની આઝાદી વિશે જાગરૂકતા લાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here