આજથી અમદાવાદમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ- અવાજ કરતા મોડીફાઈડ સાયલન્સર લગાવેલ બાઈકર્સને દંડવામાં આવશે

0

આ પ્રકારની ડ્રાઈવ થ્રુ તેમને દંડવામાં આવશે, ખાસ કરીને ટ્રાફીકનું પ્રમાણ વધુ છે ત્યાં અલગ અલગ પોઈન્ટ પર આ પ્રકારની કામગિરી કરવામાં આવશે.

6થી 12 મે સુધી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડાર્ક ફિલ્મ લગાવેલા વાહન ચાલકો તથા મોડીફાઈડ સાયલેન્સર લગાવેલી મોટર સાયકલ ચાલક વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. એક સપ્તાહ સુધી ટ્રાફીક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. મોડીફાય બાઈકર્સ પાસે તેમજ ખાસ કરીને 7 દિવસ સુધી દંડ વસુલવામાં આવશે.

દરેક રેગ્યુલર પોઈન્ટ પર પોલીસ તહેનાત રહેશે. વધારે પ્રદૂષણ મોટા સાયલન્સર કરતા હોય છે અને ભયનું વાતાવરણ ફેલાવવામાં આવતું હોય છે જેથી આ પ્રકારની ડ્રાઈવ થ્રુ તેમને દંડવામાં આવશે ખાસ કરીને ટ્રાફીકનું પ્રમાણ વધુ છે ત્યાં અલગ અલગ પોઈન્ટ પર આ પ્રકારની કામગિરી કરવામાં આવશે. 

અગાઉ પણ માર્ચ મહિનામાં આ પ્રકારની ડ્રાઈવ શરૂ કરાઈ હતી ત્યારે દંડાત્મ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ટ્રાફિક ડ્રાઇવમાં હેલ્મેટ અને સીટબેલ્ટ નહીં પહેરવા બદલ 10 દિવસમાં  મોટો દંડ અમદાવાદીઓએ ભર્યો હતો.

ગુજરાતમા 15 માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી હતી અને પોલીસે હેલ્મેટ તથા સીટબેલ્ટ ભંગ કરતા લોકો સાથે વધુમાં વધુ કાર્યવાહી કરી હતી. ગૃહ વિભાગ દ્વારા અમદાવાદમાં તેમજ અન્ય શહેરોમાં ટ્રાફિક ડ્રાઇવત્યારે ચલાવવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં જ ફક્ત 9 દિવસમાં 24 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો ત્યારે આ ડ્રાઈવ પણ લાખોમાં દંડ વસુલવામાં આવશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here