બનાસકાંઠા,
બનાસકાંઠામાં વાયરલ તસવીરોના કારણે શિક્ષણ જગતમાં હાહાકાર મચી ગયો છે. થરાદની એક પે સેન્ટર આચાર્યની મહિલા સાથેની અંગત પળોની તસવીરો વાયરલ થઈ જતા આ આચાર્ય સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વાયરલ તસવીરો અલગ અલગ જગ્યાની છે અને પ્રાથમિક દૃષ્ટીએ સેલ્ફી લાગી રહી છે. જાેકે, આ આચાર્ય અને મહિલા વચ્ચે શું સંબંધો છે તેની કોઈ પુષ્ટી થઈ નથી પરંતુ જાહેર જીવનમાં અને એ પણ શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિની આ પ્રકારની વાયરલ તસવીરોના કારણે શિક્ષણ જગતમાં ભારે ચર્ચા છે.

વાયરલ તસવીરમાં દૃષ્યમાન વ્યક્તિ થરાદના એક ગામની પે સેન્ટર શાળાના આચાર્ય છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ આચાર્યની તસવીરો વાયુ વેગે વાયરલ થઈ જતા તેમની સામે શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. આચાર્ય સાથે દૃષ્યોમાં જાેવા મળતી મહિલા તેની પ્રેમિકા હોવાની પણ આશંકા છે. જાેકે, આ તમામ કથિત વાતોની પુષ્ટી થઈ નથી. વહેલી સવારે થરાદના એક ગામની પે કેન્દ્ર શાળાના આચાર્યના એક યુવતી સાથેના ફોટા વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક દ્રષ્ટીએ જાેતા આ તમામ ફોટા આચાર્યએ સેલ્ફીમાં લીધેલા હોવાનું દેખાઈ આવે છે. મહિલા સાથેના અલગ અલગ જગ્યાના ફોટા અને કેટલાક અતિ અંગત બેડરૂમ મોમેન્ટ્‌સના ફોટા વાયરલ થતાં જ ગ્રામજનો પણ રોષે ભરાયા છે.

ફોટા વાયરલ થયા હોવાની જાણ થતાં જ તાલુકા કેળવણી નિરિક્ષકે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી હતી અને વાયરલ થયેલા ફોટા સંદર્ભે આચાર્ય સામે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here