આંધ્ર પ્રદેશમાં નશામાં ધૂત વ્યક્તિએ બકરાનાં બદલે મનુષ્યની બલી ચડાવી દીધી

0

(અબરાર એહમદ અલ્વી)

ચિત્તૂર,

આરોપી ચલપતિ પશુની બલી આપવા સમયે નશામાં હતો અને તેણે નશામાં પશુને પકડી રહેલા પીડિત સુરેશનું ગળું કાપી નાખ્યું હતું.

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાનાં વલાસપલ્લીમાં 16 જાન્યુઆરી, રવિવારના રોજ આ ઘટના બની છે. પશુની બલી ચડાવવાં દરમિયાન પીધેલાં વ્યક્તિએ ભૂલથી માણસની હત્યા કરી દીધી હતી. આ ઘટના સંક્રાંતિની ઉજવણી દરમિયાન બની હતી. આરોપી ચલપતિએ પશુઓની બલિ ચઢાવવાની અને બકરીનું માથું કાપવાનું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, બલી સમયે ચલપતિ નશામાં હતો અને તેણે પ્રાણીને પકડી રહેલા સુરેશનું ગળું કાપી નાખ્યું હતું.

સ્થાનિક યેલમ્મા (આંધ્રપ્રદેશની આશ્રયદાતા દેવી) મંદિરમાં પશુ બલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે આ દુખદ ઘટના બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે લોકોનું એક જૂથ મદનપલ્લે ગ્રામીણ મંડળના વલસાપલ્લેમાં પરંપરાના ભાગ રૂપે પ્રાણીનું બલિદાન આપી રહ્યું હતું. ગામના લોકો દર વર્ષે સંક્રાંતિની ઉજવણી દરમિયાન સ્થાનિક યેલમ્મા મંદિરમાં પ્રાણીઓનું બલિદાન આપે છે અને અર્પણ કરે છે. આ ત્યાંની પરંપરા છે.

35 વર્ષિય સુરેશ, જેનું ખૂબ લોહી વહી રહ્યુ હતુ, તેને તાત્કાલિક નજીકની મદનપેલે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. જ્યારે બીજી તરફ ચલપતિની પોલીસે ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here